JDU : કાર્યકારી અધ્યક્ષ બનતા જ સંજય ઝા એ વધાર્યું BJPનું ટેન્શન
JDU : દિલ્હીમાં જનતા દળ યુનાઈટેડ (JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં રાજ્યસભાના સાંસદ સંજય કુમાર ઝાને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સંજય ઝા પાર્ટીના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ છે. રાજધાનીમાં યોજાયેલી આ બેઠકમાં સંજય ઝાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પાર્ટી અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે લાવ્યા હતા. જો કે, જ્યાં એક તરફ જેડીયુની બેઠકમાં પાર્ટીને પ્રથમ કાર્યકારી અધ્યક્ષ મળી ગયો છે, તો બીજી તરફ તેનાથી ભાજપનું ટેન્શન પણ વધી ગયુ છે.
કેન્દ્ર સરકાર પાસેથી બિહાર માટે વિશેષ કેટેગરીનો દરજ્જાની માગ
હકીકતમાં, JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો જેમાં કેન્દ્ર સરકાર પાસેથી બિહાર માટે વિશેષ કેટેગરીનો દરજ્જો (વિશેષ રાજ્ય) અથવા વિશેષ પેકેજની માંગ કરવામાં આવી હતી. બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. જેડીયુની બેઠકમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે બિહારને વિશેષ દરજ્જો આપવા માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. રાજ્યના આર્થિક વિકાસ માટે આ અંગે નિર્ણય લેવો અત્યંત જરૂરી બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ આ વાત સ્વીકારે છે કે નહીં.
#WATCH | Delhi: After party's national executive meeting, JD(U) leader KC Tyagi says, "...He (CM Nitish Kumar) has announced in front of the national executive that now he will always be a part of the NDA alliance. We will go to the Supreme Court regarding the reservation stayed… pic.twitter.com/P1wpMEEin4
— ANI (@ANI) June 29, 2024
બિહારના અનામત કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લીધા બાદ બહાર આવેલા JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે બિહાર આરક્ષણ કાયદા પરના પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. તેમણે કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે અમે લડત ચાલુ રાખીશું. કેસી ત્યાગીએ કહ્યું, "તેમણે (સીએમ નીતિશ કુમાર) રાષ્ટ્રીય કાર્યકારિણીની સામે જાહેરાત કરી છે કે હવે તેઓ હંમેશા એનડીએ ગઠબંધનનો હિસ્સો રહેશે. બિહાર હાઈકોર્ટ દ્વારા રોકાયેલ અનામતને લઈને અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
બિહારના વિશેષ દરજ્જા માટે લડત ચાલુ રાખીશું
JDUના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, "રાજ્યસભાના સાંસદ સંજય ઝાને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અમે વિશેષ દરજ્જો અને આર્થિક પેકેજ માટે લડતા રહીશું." જેડીયુ નેતા અશોક ચૌધરીએ કહ્યું કે 2025ની વિધાનસભા ચૂંટણીમાં હજુ ઘણો સમય છે. બેઠકમાં NEET અંગેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. સંજય ઝાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તે પાર્ટીને મજબૂત કરશે. પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે મજબૂત કરવામાં આવશે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 2025ની ચૂંટણી નીતિશના નેતૃત્વમાં જ લડવામાં આવશે.
આ પણ વાંચો---- JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની આજે દિલ્હીમાં મહત્વની બેઠક