નર્સિંગ કોલેજમાં 3 થી 4 વર્ષથી વિદ્યાર્થિનીઓના ભવિષ્ય સાથે રાજરમત થઈ રહી!
- આ પ્રકારની વિદ્યાર્થીઓની સંખ્યા આશરે 50 થી વધુ છે
- વિદ્યાર્થિનીઓને સર્ટિફીકેટ અને સ્કોરશીપ આપી નથી
- જોકે આ કોલેજ 3 જિલ્લામાં સંસ્થા ચલાવે છે
Rajpipla Nursing Collage : ફરી એકવાર ગુજરાતમાં શિક્ષણના નામે લાલીયાવાડી સામે આવી છે. એક તરફ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ એક પછી એક રાજ્યમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાથે શિક્ષૈણિક સંસ્થાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. જોકે આ પ્રકારના વિદ્યાર્થીઓ બે રિતી મુશ્કેલીમાં મૂકાય છે. આ વિદ્યાર્થીઓના વર્ષોના વર્ષો વેડફાય છે તેની સાથે તેમની આર્થિક સ્થિતિમાં પણ સમસ્યાઓ આવે છે. ત્યારે તાજેતરમાં નર્મદામાં આવેલી એક નર્સિંગ કોલેજનો મામલો સામે આવ્યો છે.
આ પ્રકારની વિદ્યાર્થીઓની સંખ્યા આશરે 50 થી વધુ છે
મળતી માહિતી મુજબ, નર્મદાના રાજપીપળામાં આવેલી કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજ દ્વારા વિદ્યાર્થિનીઓના ભવિષ્ય સાથે રાજરમત કરવામાં આવી રહી છે. આ નર્સિંગ કોલેજમાં આશરે છેલ્લા 3 થી 4 વર્ષથી વિદ્યાર્થિનીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. તેના અંતર્ગત તેમને પરિક્ષામાં બેસવા માટે હોલ ટિકિટ પણ આપવામાં આવતી નથી. બીજી તરફ તેમનો ડીએન નંબર પણ રજૂ કરવામાં આવ્યો હતો. તો છેલ્લા 3 થી 4 વર્ષના સમયમાં આ પ્રકારની વિદ્યાર્થીઓની સંખ્યા આશરે 50 થી વધુ છે. તો આ તમામ વિદ્યાર્થિનીઓના વ્હારે ધારાસભ્યા ચૈતર વસાવા આવ્યા હતા.
આ પણ વાંચો: Kutch Rann Utsav નો થયો આરંભ, ટેન્ટ સિટીથી કરવામાં આવી શરૂઆત
વિદ્યાર્થિનીઓને સર્ટિફીકેટ અને સ્કોરશીપ આપી નથી
ધારાસભ્યાએ આ તમામ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ એક પછી એક સાંભળતી હતી. જે બાદ તેમણે જિલ્લા શિક્ષણ અધિકક્ષને આ અંગે એક લેખિતમાં પત્ર રજૂ કર્યો હતો. ત્યારે તેમણે આ અંગે વહેલી તકે નિરાકરણ લાવીને વિદ્યાર્થિનીઓને ન્યાય આપવાની માગ કરી છે. જો વહેલી તકે કોઈ ન્યાય આપવામાં આવશે નહીં, તો આગામી દિવસોમાં ભિષણ આંદોલનનો નજરો જોવા મળશે. કારણ કે... છેલ્લા 3 થી 4 વર્ષથી વિદ્યાર્થિનીઓને સર્ટિફીકેટ અને સ્કોરશીપ આપી નથી. તે ઉપરાંત પરીક્ષા માટે બેંગલોર ગયા, પણ ત્યાં પણ ધરમનો ધક્કો થયો હતો.
જોકે આ કોલેજ 3 જિલ્લામાં સંસ્થા ચલાવે છે
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું છે, આ સંસ્થા NCRT કે UGC ની માન્યતા સરકારે આપી છે કે નહીં. વિદ્યાર્થિનીઓને તેમના સર્ટિફીકેટ અને સ્કોરશીપ આપે અથવા તો તેમની ફી પાછી આપે. જોકે આ કોલેજ 3 જિલ્લામાં સંસ્થા ચલાવે છે. જેમાં સુરત, સુરત ,નવસારી અને રાજપીપલામાં કોલેજ ચાલે છે. ત્યારે આવી સંસ્થામાં કેટલાય વિધાર્થીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી છે જે તપાસનો વિષય છે.
આ પણ વાંચો: Amreli : MP Parshottam Rupala નો વધુ એક વીડિયો વાઇરલ, કહ્યું - "આ તો બાઈટિંગ છે..!"