ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TRP Gamezone : TPO સાગઠિયાની મોટા ગજાના બિલ્ડરો સાથે સાંઠગાંઠ

TRP Gamezone Sagathia : રાજકોટ TRP ગેમઝોન (Rajkot Gamzone) અગ્નિકાંડના આરોપી પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા (Sagathia)ની તપાસમાં અપ્રમાણસર મિલકતો મળી આવ્યા બાદ હવે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. સાગઠિયાના બેંક સ્ટેટમેન્ટમાંથી જે નાણાકીય વ્યવહારો મળ્યા છે તેમાં રાજકોટના મોટા...
02:50 PM Jun 20, 2024 IST | Vipul Pandya
Rajkot TRP Gamezone

TRP Gamezone Sagathia : રાજકોટ TRP ગેમઝોન (Rajkot Gamzone) અગ્નિકાંડના આરોપી પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા (Sagathia)ની તપાસમાં અપ્રમાણસર મિલકતો મળી આવ્યા બાદ હવે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. સાગઠિયાના બેંક સ્ટેટમેન્ટમાંથી જે નાણાકીય વ્યવહારો મળ્યા છે તેમાં રાજકોટના મોટા ગજાના બિલ્ડરો સાથે સાગઠિયાની સાંઠગાંઠ ખુલી શકે છે.

સાગઠિયાની આવક કરતાં 410% વધુ સંપત્તિ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી TPO અધિકારી મનસુખ સાગઠિયા વિરુદ્ધ ACB એ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે, જેની તપાસમાં આરોપી સાગઠિયા (TPO Mansukh Sagathia) સાથે સંકળાયેલ 3 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા પાસેથી રૂ. 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. તપાસમાં સાગઠિયાની આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

મોટા બિલ્ડરો સુધી ACBની તપાસ પહોંચી શકે છે

દરમિયાન સસ્પેન્ડેડ TPO સાગઠિયાના રાઝ ખુલ્યા છે. તપાસમાં સાગઠિયાના બેંક સ્ટેટમેન્ટમાંથી જે નાંણાકીય વ્યવહારો મળ્યા છે તેમાં સાગઠિયાની સાંઠગાંઠ સાથે ખુલી શકે છે . સાગઠિયાના બેંક સ્ટેટમેન્ટમાં મોટી રકમના વ્યવહારોની એન્ટ્રી ખુલી છે જેમાં મોટા બિલ્ડરો સુધી ACBની તપાસ પહોંચી શકે છે

મોટા માથાઓ સુધી પહોંચી શકે છે ACBનો ગાળિયો

સસ્પેન્ડેડ TPO સાગઠિયાની તપાસમાં મોટા માથાઓ સુધી ACBનો ગાળિયો પહોંચી શકે છે. સુત્રોએ કહ્યું કે નિવૃતિ બાદ બિલ્ડર બનેલા એક સરકારી અધિકારીની પણ પૂછપરછ થઈ શકે છે. ACBની તપાસમાં નિવૃત અધિકારી સાથે સાગઠિયાના નાણાકીય વ્યવહાર ખુલ્યા છે જેથી હડકંપ મચી ગયો છે. ACBની તપાસનો રેલો મોટા બિલ્ડરો સુધી પહોંચવાની શક્યતાથી ખળભળાટ છે.

આ પણ વાંચો----Rajkot Gamzone : રૂ.70-75 હજાર પગારદાર TPO સાગઠિયા પાસે આવક કરતા 410% વધુ મિલકત!

Tags :
ACBAnti Corruption BureauBank StatementBuildersDisproportionate AssetsFinancial transactionsfireGujaratGujarat FirstInvestigationPO officer Mansukh SagathiaRAJKOTRajkot TRP GameZoneRajkot TRP Gamezone fireTRP Gamezone
Next Article