Rajkot : Padminiba અને તેમના પુત્ર પર ગંભીર આરોપ! પતિ ગિરિરાજસિંહ પર કર્યો જીવલેણ હુમલો!
- પદ્મિની બા અને તેમના પુત્ર પર ગંભીર આરોપ
- પતિ ગિરિરાજસિંહ વાળા પર પાઇપથી હુમલો કર્યાનાં આક્ષેપ
- રાજકોટનાં રેલનગરમાં રામેશ્વર પાર્કનો બનાવ હોવાની માહિતી
- મોડીરાતે થયેલી ઘટનામાં ગિરિરાજસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
રાજકોટથી (Rajkot) મોટા સમાચાર આવ્યા છે. ક્ષત્રિય સમાજનાં મહિલા અગ્રણી એવા પદ્મિનીબા વાળા (Padminiba Vala) ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર પર ગંભીર આક્ષેપ થયો છે. પતિ ગિરિરાજસિંહ પર પત્ની પદ્મિનીબા અને તેમના પુત્રે પાઇપથી હુમલો કર્યો હોવાના ગંભીર આરોપ થયા છે. ગિરિરાજ સિંહને સારવાર અર્થે રાજકોટની (Rajkot) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે.
આ પણ વાંચો - રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું Statue of Unity, જુઓ અદભુત Video
પદ્મિની બા અને તેમના પુત્ર પર ગંભીર આરોપ
રાજકોટમાં થયેલા ક્ષત્રિય આંદોલનમાં અગ્રણી ભૂમિકા નિભાવનાર મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા (Padminiba Vala) સાથે ઘણા વિવાદ જોડાયેલા છે. ત્યારે હવે તેઓ વધુ એક ગંભીર વિવાદમાં સપડાયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પદ્મિનીબા વાળાએ તેમના પતિ પર જીવલેણ હુમલો કર્યો હોવાનો ગંભીર આરોપ થયો છે. રાજકોટનાં રેલનગરમાં આવેલા રામેશ્વર પાર્કમાં ઘરમાં મોડી રાતે કોઈ બબાલ મામલે પદ્મિનીબા અને તેમના પુત્રે પતિ ગિરિરાજસિંહ પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. આથી, તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Bharuch : ચાલુ કાર્યક્રમમાં સાંસદ Mansukh Vasava એ ગુમાવ્યો પિત્તો! અધિકારીઓ પર વિફર્યા! જુઓ Video
- પદ્મિની બા અને તેમના પુત્ર પર ગંભીર આરોપ
- પતિ ગિરિરાજસિંહ વાળા પર પાઇપથી હુમલો કર્યાનાં આક્ષેપ
- રાજકોટનાં રેલનગરમાં રામેશ્વર પાર્કનો બનાવ હોવાની માહિતી
- મોડીરાતે થયેલી ઘટનામાં ગિરિરાજસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
- ગિરિરાજસિંહને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
- મામલો પોલીસ…— Gujarat First (@GujaratFirst) October 15, 2024
ગિરિરાજસિંહને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા!
જો કે, આ મામલે હાલ કોઈ સચોટ માહિતી સામે આવી નથી. પરંતુ, સૂત્રોના જણાવ્યા મુજબ, ગિરિરાજસિંહ (Giriraj Singh) સિવિલ હોસ્પિટલમાંથી કોઈને પણ જાણ કર્યા વગર વહેલી સવારે ચાલ્યા ગયા હતા. સાથે એવા પણ અહેવાલ છે કે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે બંને પક્ષને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.
આ પણ વાંચો - અંકલેશ્વર બાદ Dahod માં કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું, દિલ્હી DRI ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા!