ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નરાધમે સહકર્મીને બહેન બનાવીને તેની બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ

Rajkot Rape Case : ફરિયાદી મહિલાએ આરોપીને ભાઈ બનાવ્યો હતો
11:04 PM Nov 06, 2024 IST | Aviraj Bagda
Rajkot Rape Case

Rajkot Rape Case :  રાજકોટમાંથી ચકચારી મચી હોય, તેવી ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર રાજકોટ શહેર સાથે ગુજરાત રાજ્યમાં પણ સનસની ફેલાઈ ગયા છે. તો બીજી તરફ રાજ્યમાં ફરી એકવાર બાળકી સાથે હેવાનિયત થઈ હોવાનો મામલો આવ્યો છે. જેણે ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા અને ગુજરાત પોલીસની કાર્ય પદ્ધતિ ઉપર સવાલો ઉભા કર્યા છે. જોકે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અને રાજકોટ પોલીસે આગળ કવાયત હાથ ધરી છે.

મહિલાની સાત વર્ષની બાળકી ઉપર દુષ્કર્મમાં આચર્યું

મળતી માહિતી મુજબ, રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે દિલીપ મધુ ચૌહાણનું નામ આપ્યું છે. જ્યારે મહિલાના પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું અને હાલ તે 7 વર્ષની પુત્રી સાથે રહે છે. ત્યારે થોડા જ દિવસો પહેલા મહિલા સાથે સફાઈ કામદારનું કામ કરતા દિલીપ ચૌહાણને આ મહિલાએ ભાઈ બનાવ્યો હતો. ભાઈ હોવાના નાતે દિલીપ અવારનવાર મહિલાના ઘરે આવતો જતો હતો. ત્યારે સાત વર્ષની પુત્રી ઉપર દિલીપે નજર બગાડી હતી. તેમજ ઘરમાં કોઈ હાજર ન હોય તે દિવસે સાત વર્ષની બાળકી ઉપર દુષ્કર્મમાં આચર્યું હતું.

આ પણ વાંચો: સુરતના મોલમાં લાગી વિકરાળ આગ, મોલના 3 માળે અનેક લોકો ફસાયેલા

ફરિયાદી મહિલાએ આરોપીને ભાઈ બનાવ્યો હતો

સમગ્ર ઘટના ગત ચાર તારીખે બની હતી. જે મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. હાલ દુષ્કર્મનો આરોપી પોલીસે પકડી પાડ્યો છે. તેમજ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વિસ્તારના એસીપી રાધિકા ભારાઇએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તારીખ 4 ના રોજ સમગ્ર બનાવ બન્યો હતો. પોલીસે ફરિયાદ મળતાની સાથે જ આરોપીની ધરપકડ કરી હતી. ફરિયાદી અને આરોપી બંને એક જ હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા જે દરમિયાન ઓળખાણ થઈ હતી અને ફરિયાદી મહિલાએ આરોપીને ભાઈ બનાવ્યો હતો જેના કારણે તે અવારનવાર મહિલાના ઘરે આવતો જતો હતો.

આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

ત્યારે એક દિવસ મહિલાના ઘરે કોઈ હાજર ન હોય તે દરમિયાન તેને સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચાર્ય હતું. દુષ્કર્મ આચાર્ય બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. સાત વર્ષની બાળકી ઘરમાં રડતી હોય જેના કારણે તેની માતાએ તેને પૂછતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ આરોપીને પકડીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખ રીએ છે કે માત્ર સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો: સુરત મનપાએ દિવ્યાંગની માતાનું ઘર તોડી પાડતા અધિકારીઓને નોટીસ ફટકારી

Tags :
Child RapeGujarat Crime NewsGujarat FirstGujarat Newsgujarat rape caseGujarat Trendnign NewsRAJKOTRajkot Crime NewsRajkot NewsRajkot Rape Caserape caseRapedWomen Rape
Next Article