Rajkot : જાહેરમાં મહિલા ટ્રાફિક ASI સાથે માતા-પુત્રીની બબાલ, Video વાઇરલ
- Rajkot માં મહિલા ટ્રાફિક ASI સાથે માતા-પુત્રીની બબાલ
- મહિલા પોલીસ સાથે બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
- મહિલા પોલીસ કર્મચારીએ ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી
રાજકોટમાંથી (Rajkot) એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મહિલા ટ્રાફિક ASI સાથે માતા-પુત્રીની બબાલનો વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ટોઈંગ વાહન છોડવા માટે થયેલી બોલાચાલી હાથાપાઈ સુધી પહોંચી હતી. કુવાડવા રોડ પર જાહેરમાં મહિલા પોલીસ સાથે માતા-પુત્રીએ બોલાચાલી કરી હોવાથી બંને વિરુદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવાઈ છે.
આ પણ વાંચો - Aravalli : દેવ દિવાળીએ પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, એક બાળકી સહિત 4 સભ્યનાં મોત
Rajkotમાં મહિલા ટ્રાફિક ASI સાથે માતા-પુત્રીની બબાલ | Gujarat First
મહિલા પોલીસ સાથે બબાલનો વીડિયો થયો વાયરલ
ટોઈંગ વાહન છોડવા માટે બોલાચાલી બાદ હાથાપાઈ
કુવાડવા રોડ પર જાહેરમાં મહિલા પોલીસ સાથે બોલાચાલી
મહિલા પોલીસે ફરજ રૂકાવટની નોંધાવી ફરિયાદ#RajkotNews #TrafficDispute… pic.twitter.com/L7sI5jL3ED— Gujarat First (@GujaratFirst) November 15, 2024
જાહેરમાં મહિલા ટ્રાફિક ASI સાથે માતા-પુત્રીની બબાલ
પ્રાપ્ત અહેવાલ અનુસાર રાજકોટમાં (Rajkot) કુવાડવા રોડ પર જાહેરમાં મહિલા ટ્રાફિક ASI સાથે માતા-પુત્રીએ રકઝક કરી હતી. વાહન ટોઈંગ કરવા મામલે માતા-પુત્રીએ મહિલા પોલીસકર્મી સાથે બબાલ કરી હતી. બોલાચાલીથી શરૂ થયેલો આ વિવાદ હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
આ પણ વાંચો - Porbandar : મધદરિયે મેગા ઓપરેશન! 500 કિલો ડ્રગ્સ, 6 ઇરાની શખ્સની ધરપકડ
મહિલા પોલીસકર્મીનાં માતા-પુત્રી સામે આક્ષેપ
આરોપ અનુસાર, મહિલા પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે નિયમ મુજબ બાઈક છોડવામાં આવશે. ત્યાર બાદ માતા-પુત્રીએ બોલાચાલી કરીને જાહેરમાં હાથાપાઈ કરી હતી. આ મામલે મહિલા પોલીસ દ્વારા માતા અને તેની પુત્રી વિરુદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવવામાં આવતા સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ ઘટનાનો વીડિયો (Viral Video) હાલ સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે.
આ પણ વાંચો - Khyati Hospital : કોઇપણ વ્યક્તિ છટકી ન શકે તેવી કલમો ઉમેરવામાં આવી છે : હર્ષ સંઘવી