Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : ગૃહ રાજ્યમંત્રીની મોડી રાતે નવી વોલ્વો બસમાં મુસાફરી, Congress પર કર્યા આકરા પ્રહાર

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવી વોલ્વો બસમાં મુસાફરી કરી રાજકોટથી ભુજ વોલ્વો બસમાં મુસાફરી કરી ગૃહ રાજ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા દુષ્કર્મની ઘટનાઓ અંગે પણ આપી પ્રતિક્રિયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ગઈકાલે રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટમાં...
rajkot   ગૃહ રાજ્યમંત્રીની મોડી રાતે નવી વોલ્વો બસમાં મુસાફરી  congress પર કર્યા આકરા પ્રહાર
  1. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવી વોલ્વો બસમાં મુસાફરી કરી
  2. રાજકોટથી ભુજ વોલ્વો બસમાં મુસાફરી કરી
  3. ગૃહ રાજ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
  4. દુષ્કર્મની ઘટનાઓ અંગે પણ આપી પ્રતિક્રિયા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ગઈકાલે રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટમાં (Rajkot) ગરબા કાર્યક્રમમાં હાજરી આપી તેઓ રાત્રે 1 વાગે રાજકોટથી વોલ્વો બસમાં ભુજ (Bhuj) પહોંચ્યા હતા. દરમિયાન, તેમણે નવી વોલ્વો બસની ફાયર સેફ્ટી સહિત અલગ-અલગ સુવિધાઓ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર પણ કર્યા હતા. સાથે જ કહ્યું હતું કે, બળાત્કારીઓને ફાંસીની સજા મળશે જ, તમે જોજો...

Advertisement

આ પણ વાંચો - Junagadh: ‘Eco Sensitive Zone નામનો રાક્ષસ આવી રહ્યો છે’ ગીરની દીકરીએ વ્યક્ત કરી વેદન

Advertisement

રાજકોટથી ભુજ વોલ્વો બસમાં મુસાફરી કરી

ગઈકાલે મોડી રાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) નવી વોલ્વો બસમાં રાજકોટથી (Rajkot) ભુજ પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે નવી વોલ્વો બસમાં (Volvo Bus) ફાયર સેફ્ટી સહિતની અલગ અલગ સુવિધાઓ અને અદ્યતન ટેક્નોલોજી અંગે માહિતી મેળવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ પત્રકારો સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, આજે ST માં નવુ પરિવર્તન આવ્યું છે. સરકાર અને CM ભૂપેન્દ્ર પટેલને રાજ્યની જનતા આશીર્વાદ આપી રહી છે. સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા.

આ પણ વાંચો - Bharuch: તપોભૂમિ ઓસારામાં આવેલા મહાકાળીના મંદિરમાં નવરાત્રિ નિમિતે ભક્તોનું ઘોડાપુર

Advertisement

ગૃહ રાજ્યમંત્રીનાં કોંગ્રેસ પર આકરા પ્રહાર

મોડી રાત સુધી ગરબા રમવા અંગે કોંગ્રેસ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી તેની સામે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓ ગરબા નહીં પણ સંસ્કૃતિનાં વિરોધી છે. હું માતાનાં મઢે દર્શન કરવા માટે જઈ રહ્યો છું. સાથે જ રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ અંગે સવાલ પૂછાતા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, બળાત્કારીઓને ફાંસીની સજા મળશે જ, તમે જોજો...

આ પણ વાંચો - Jetpur નજીક સિંહના ધામા, કપાસના પાક વચ્ચે આરામ ફરમાવતો હતો જંગલનો રાજા

Tags :
Advertisement

.