Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot GameZone Tragedy: રાજકોટ ગેમઝોન અગ્રિકાંડ! ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા, કહ્યું - જવાબદારો સામે..

Rajkot GameZone Tragedy: રાજકોટમાં કાલે 32 લોકો આગમાં જીવતા હોમાયા હતા.જેને લઈને આખું રાજકોટ હિંબકે ચઢ્યું છે. નોંધનીય છે કે, રાજકોટમાં આવેલા TRP ગેમઝોનમાં ભયાનક આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે, તેમાં બાળકો સહિત 32 લોકો જીવતા...
07:50 AM May 26, 2024 IST | VIMAL PRAJAPATI
Home Minister Harsh Sanghvi visits Rajkot

Rajkot GameZone Tragedy: રાજકોટમાં કાલે 32 લોકો આગમાં જીવતા હોમાયા હતા.જેને લઈને આખું રાજકોટ હિંબકે ચઢ્યું છે. નોંધનીય છે કે, રાજકોટમાં આવેલા TRP ગેમઝોનમાં ભયાનક આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે, તેમાં બાળકો સહિત 32 લોકો જીવતા ભડથું થયા હતા. રાજકોટ અગ્નિકાંડને લઈને અત્યારે આખું રાજ્ય શોકમાં ગરકાવ થયું છે. આ દુર્ઘટનાને લઈને મોડી રાત્રે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી મુલાકાતે પહોંચ્યા હતા. તેમના આદેશથી ગુજરાતનો સૌથી મોટા અગ્નીકાંડ બાદ તંત્ર દોડતું થયું છે.

હર્ષભાઈ સંઘવીએ સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવી

નોંધનીય છે કે, મોડી રાત્રે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટમાં આવેલા TRP ગેમઝોનની મુલાકાત લીધી હતી. હર્ષભાઈ સંઘવીએ સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવી હતી. બીજી તરફ મોડી રાત્રે હર્ષભાઈ સંઘવી રાજકોટની કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, SITમાં સામેલ તમામ અધિકારીઓને 3 વાગ્યા સુધીમાં રાજકોટ કલેક્ટર કચેરીએ હાજર રહેવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે મોડી રાત્રે કલેક્ટર કચેરીમાં તમામ પદ્દાધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.

અગ્રિકાંડમાં 32 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં આ અગ્રિકાંડમાં 32 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, આ ગેમઝોનમાં 2000 પેટ્રોલનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો અને તેની પાસે વેલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું હતું. કામ ચાલું હોવા છતાં પણ ગેમઝોન ચાલું રાખવામાં આવ્યો તે એક સવાલ છે. માત્ર પૈસા છાપવા માટે લોકોની જિંદગીઓ સાથે રમત રમવી યોગ્ય છે.

ગુજરાતમાં આ કોઈ પહેલી દુર્ઘટના નથી?

આ મામલે તંત્ર અને સરકાર દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. કારણે કે, ગુજરાતમાં આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવી ઘટનાઓ બની છે જેમાં સંચાલકોની બેદરકારીએ લોકોના જીવ લીધા છે. છતાં પણ તેમની સામે આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ હવે સવાલ એ છે કે, શું આ વખતે કડક પગલા અને કાર્યવાહી કરવામાં આવશે? કે પછી પહેલાના જેમ માત્ર પોકળ દાવાઓ કરીને સંચાલકોને સવારી લેવામાં આવશે? ખેર આ બધા વચ્ચે 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને પૈસાથી તેમને પાછા નહીં લાવી શકીએ!

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: ‘અમે પતરૂં તોડીને બહાર નીકળ્યા’ અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીનું ચોંકાવનારૂ નિવેદન

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: ગેમઝોન આગ મામલે સૌથી મોટો ખુલાસો, જાણો કેવી રીતે લાગી હતી આગ!

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: રાજકોટ દુર્ઘટના અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, આપ્યા તપાસના આદેશ

Tags :
GameZone Tragedygujarat home minister harsh sanghviHome Minister Harsh SanghviHome Minister Harsh Sanghvi visitsHome Minister Harsh Sanghvi visits RajkotRAJKOTRajkot AgrikandRajkot Agrikand NewsRajkot GamezoneRajkot GameZone TragedyRajkot GameZone Tragedy UpdateState Home Minister Harsh Sanghvi
Next Article