રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા
- ભક્તોનું ઘોડાપૂર સોમનાથ મહાદેવના મંદિરમાં ઉમટી પડ્યું
- મંદિર દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે
- મહાશિવરાત્રીના પાવન અવસરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર
Gir Somnath: મહાશિવરાત્રીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ (Somnath Mahadev) ના કપાટ વહેલી સવારે 4 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. મંદિરના દ્વારા ખુલતાની સાથે જ ભક્તોનો ઘોડાપૂર સોમનાથ મહાદેવના મંદિરમાં ઉમટી પડ્યો અને સમગ્ર મંદિર પરિસર જય સોમનાથ, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું.મહાદેવને પ્રાતઃ પૂજા કરી વિશ્વ કલ્યાણી પ્રાર્થના કરવામાં આવી તેમજ વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો.
ज्योतिर्मयं चन्द्रकलावतंसम्।
श्री सोमनाथं शरणं प्रपद्ये॥મહાશિવરાત્રીના મહિમાવંત દિવસની પ્રભાતે દ્વાદશ જ્યોર્તિલિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન-અર્ચન કરીને ધન્યતાની અનુભૂતિ કરી.
દેવાધિદેવ મહાદેવ પાસે સર્વે જીવમાત્રના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના… pic.twitter.com/H98esCcH0X
— Harsh Sanghavi (@sanghaviharsh) February 26, 2025
આ પણ વાંચો: Somnath Jyotirling : મારી પાસે સોમનાથ શિવલિંગના અવશેષ - શ્રી શ્રી રવિશંકર
મંદિર દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે
આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ પૂજા અર્ચના કરવામાં આવશે તેમજ મંદિર દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે.અલગ અલગ રાજ્યોમાંથી પણ વહેલી સવારથી જ ભક્તો આરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા તો ઘણા શ્રદ્ધાળુઓ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે ખાસ મહાશિવરાત્રિના દિવસે દર્શન કરી ધન્યતા અનુભવી અને પોતાને નસીબદાર ગણાવતા જોવા મળ્યાં.
આ પણ વાંચો: Mahashivratri Junagadh : હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠી ભવનાથ તળેટી
સોમનાથ મહાદેવનું મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજીી ઉઠ્યું
વહેલી સવાર થી દર્શનાર્થીઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે પરિવાર સાથે દાદાના દર્શન કરી વિશ્વ કલ્યાણી પ્રાર્થના કરી હતી તો સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ભારત દેશ ઉત્રોતર પ્રગતિ કરે દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે આજે મહાશિવરાત્રીના પાવન અવસરે વહેલી સવારથી ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યો. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.