Gujarat : રાજકોટની પાયલ હોસ્પિટલ વિવાદ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ
- ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમના કર્યા વખાણ
- અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 48 કલાકમાં કેસનો ઉકેલ લાવી દીધો
- વ્યાપક તપાસ અને 3,000 કિમી શોધખોળ બાદ 3ની કરાઇ ધરપકડ
Gujarat : રાજકોટની પાયલ હોસ્પિટલ વિવાદ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ સામે આવ્યું છે. જેમાં ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમના વખાણ કર્યા છે. તેમાં જણાવ્યું છે કે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 48 કલાકમાં કેસનો ઉકેલ લાવી દીધો. વ્યાપક તપાસ અને 3,000 કિમી શોધખોળ બાદ 3ની ધરપકડ કરાઇ છે. જેમાં સાયબર ક્રાઈમ ટીમ દ્વારા મહારાષ્ટ્ર અને યુપીથી આરોપી ઝડપી પાડ્યા છે.
Rajkot Hospital CCTV Video Issue:
Case Highlights:
- 3 individuals arrested for uploading viral videos of a female patient's treatment.- Ahmedabad Cyber Crime Branch cracked the case within 48 hours.
- Accused from Maharashtra and UP, caught after extensive investigation and… pic.twitter.com/67yuNpNUqL
— Harsh Sanghavi (@sanghaviharsh) February 19, 2025
આરોપીઓમાં મહારાષ્ટ્રનાં સાંગલીનાં રાજેન્દ્ર પાટીલની ધરપકડ કરવામાં આવી
રાજકોટની (Rajkot) પાયલ હોસ્પિટલનાં સગર્ભા (Payal Maternity Hospital Scam) મહિલા દર્દીની તપાસનાં અંગત CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થવા મામલે તપાસ માટે સાઇબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધી 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓમાં મહારાષ્ટ્રનાં સાંગલીનાં રાજેન્દ્ર પાટીલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રાજેન્દ્ર રોમાનિયા અને એેટલાન્ટાનાં હેકર્સ સાથે સંપર્ક ધરાવતો હોવાનું ખુલ્યું છે. તપાસ અનુસાર, હોસ્પિટલમાંથી છેલ્લા 3 માસનાં CCTV ની તપાસ કરાઈ હતી. પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી આ માહિતી આપવામાં આવી છે.
આરોપીઓ એક વીડિયોનાં રૂ. 2 હજાર વસૂલ કરતા હતા
સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે (Sharad Singhal) પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયાને માહિતી આપી હતી કે, ટેલિગ્રામ પર પ્રથમ દિવસે મહિલા દર્દીની પ્રાઇવસીનો ભંગ કરતો એક વીડિયો વાઇરલ થયો હતો. તપાસમાં ખ્યાલ આવ્યું કે રાજકોટ પાયલ નર્સિંગ હોમનો આ વીડિયો છે. ત્યાર બાદ હોસ્પિટલનાં 3 મહિનાનાં CCTV ની તપાસ કરાઈ. ટેક્નિકલ એનાલિસિસ બાદ સાઇબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક રવાના કરીને પ્રયાગરાજ, મહારાષ્ટ્ર (Maharashtra) મોકલાઈ હતી, જ્યાં 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રથી ઝડપાયેલ આરોપીઓ રોમાનિયા અને એટલાન્ટાનાં હેકર્સ સાથે સંપર્કમાં હતા. આરોપીઓ એક વીડિયોનાં રૂ. 2 હજાર વસૂલ કરતા હતા.
મુખ્ય આરોપી સહિત બે માત્ર ધો. 12 ભણેલા, અન્ય એકનો PTC સુધીનો અભ્યાસ
સંયુક્ત પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે, પ્રજવ્લ તૈલી સમગ્ર CCTV કાંડનો મુખ્ય આરોપી છે. આરોપી પ્રજવ્લ અને રાજેન્દ્રે માત્ર ધો-12 સુધીનો જ અભ્યાસ કર્યો છે. રાજેન્દ્ર પાટીલ સાંગલીનો છે. જ્યારે અન્ય આરોપી ચંદ્રપ્રકાશે PTC સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ, તેમની પૂછપરછ ચાલી છે. સંયુક્ત પો. કમિશનરે જણાવ્યું કે, દેશની અલગ-અલગ હોસ્પિટલનાં CCTV હેક થયાની સંભાવના છે. આરોપીને અમદાવાદ (Ahmedabad) લાવી વધુ પૂછપરછ હાથ ધરાશે. આ સાથે તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે લોકોમાં જાગૃત્તિ લાવવા હોસ્પિટલ અને ખાનગી ઈન્સ્ટિટ્યૂટમાં સેમિનાર કરવામાં આવશે.
આ પણ વાંચો: Delhi : આજે મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે આ 6 મંત્રીઓ શપથ લેશે