Rajkot : TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં બે તત્કાલીન મનપા કમિશનરને ક્લિનચીટ!
- Rajkot TRP ગેમઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર
- રાજકોટનાં બે તત્કાલીન મનપા કમિશનર સામેની કાર્યવાહી પડતી મુકાઈ
- હાઇકોર્ટે ઓરિજિનલ રેકર્ડ જોયા બાદ હુકમ કરાયાનું જણાવ્યું
- બંને મ્યુનિસિપલ કમિશનરને કોર્ટમાંથી ક્લિનચીટ મળી
રાજકોટ (Rajkot) TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજકોટનાં બે તત્કાલીન મનપા કમિશનર સામેની કાર્યવાહી પડતી મુકાઈ હોવાનાં અહેવાલ સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે ઓરિજિનલ રેકર્ડ જોયા બાદ આ હુકમ કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. તત્કાલિન બંને મ્યુનિસિપલ કમિશનરને કોર્ટમાંથી ક્લિનચીટ મળી હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah આવતીકાલે અમદાવાદમાં, 'વેસ્ટ ટુ એનર્જી' પ્લાન્ટનું કરશે શુભારંભ!
હાઇકોર્ટે ઓરિજિનલ રેકર્ડ જોયા બાદ હુકમ કરાયો!
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP Gamezone Fire) બાળકો સહિત કુલ 27 લોકો બળીને ભડથું થયા હતા. આ ગોઝારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. આ ઘટનામાં જવાબદારો સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક લોકો હાલ પણ જેલમાં બંધ છે. આ મામલે હાલ પણ કાર્યવાહી ચાલુ છે. દરમિયાન, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં રાજકોટનાં બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામેની કાર્યવાહી પડતી મુકાઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad : જટીલ સર્જરી કરી દિવાળીનાં દિવસે માસૂમનાં ચહેરા પર સ્મિત લાવતા Civil Hospital નાં તબીબો!
બંને મ્યુનિસિપલ કમિશનરને કોર્ટમાંથી મળી ક્લીનચિટ
પ્રાપ્ત અહેવાલ અનુસાર, એવું કહેવાઈ રહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ઓરિજિનલ રેકર્ડ ચેક કર્યા બાદ તત્કાલિન મનપા કમિશનર સામેની કાર્યવાહી પડતી મૂકવાનો હુકમ કર્યો છે. સાથે જ તત્કાલિન બંને મ્યુનિ. કમિશનરને કોર્ટમાંથી ક્લિનચીટ પણ મળી ગઈ છે. માહિતી અનુસાર, તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર (RMC Commissioners) આનંદ પટેલ અને અમિત અરોરાને ક્લિનચીટ મળી છે.
આ પણ વાંચો - Vadodara : દિવાળી નિમિત્તે કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર, 2500 વર્ષથી પણ વધુ જૂનો છે ઇતિહાસ!