મેઘરાજાએ વધુ એક માસૂમ બાળકનો જીવ લીધો, જુઓ વીડિયો
બાળકી રમતા રમતા Drainage ના ખુલ્લા મેનહોલમાં પડી
બાળકી Drainage માં તરતી હોવાની માહિતી મળી હતી
એક ઈમારતના Basement માં પાણી ભરાઈ ગયું હતું
Rajasthan Floods: દેશના કેટલાક રાજ્યોમાં ભારે અવિરત ભારે Rainfall પડી રહ્યો છે. તો આજે પણ દેશના અમુક શહેર ગરમીનો સામનો કરી રહ્યા છે. પરંતુ આ બંને પરિસ્થિતિમાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ત્યારે તાજેતરમાં Rajasthan માં ધોધમાર Rainfall પડ્યો હતો. જેના કારણે Rajasthan ના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. તેમાં પણ ખાસ કરીને Jaipur ના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.
બાળકી રમતા રમતા Drainageના ખુલ્લા મેનહોલમાં પડી
તેથી Jaipur શહેર પાણીમાં ગરકાવ થતાની સાથે નાગરિકોની હાલત કફોડી બની હતી. ત્યારે Jaipur ને અડીને આવેલા બગરુમાં ખાટીકોન વિસ્તાર પાસે પાણી જમા થવા લાગ્યું હતું. પરંતુ આ સમયગાળા દરમિયાન બાળકો તે વિસ્તારના પાણીમાં રમી રહ્યા હતાં. જોકે આ અંગે ઘણા વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન 12 વર્ષની બાળકી રમતા રમતા Drainage ના ખુલ્લા મેનહોલમાં પડી ગયો હતો અને ડૂબી જવાથી તેનું મોત થયું હતું.
बारिश ने निगल ली एक और जिंदगी, वीडियो देख दहल जाएगा दिल। pic.twitter.com/hprFdC9ylf
— Deepak Pandey (@DeepakP10836396) August 1, 2024
આ પણ વાંચો: Himachal ના 5 ક્ષેત્રોમાં કુદરતી કહેરથી જન-જીવનમાં સર્જાયો તબાહીનો તાંડવ!
બાળકી Drainage માં તરતી હોવાની માહિતી મળી હતી
લોકોએ આ અંગે પોલીસ પ્રશાસનને જાણ કરી હતી. બાળકી Drainage માં તરતી હોવાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ, સિવિલ ડિફેન્સ અને SDRF ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તો લગભગ એક કલાકની મહેનત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. જોકે આ અંગે પણ એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં બે સૈનિકો પણ દેખાઈ રહ્યા છે, જેમના ખોળામાં એક બાળકનો મૃતદેહ છે. આ દરમિયાન Drainage ની આસપાસ લોકોનું ટોળું ઉભું જોવા મળ્યું છે.
એક ઈમારતના Basement માં પાણી ભરાઈ ગયું હતું
તમને જણાવી દઈએ કે વહેલી સવારે Jaipur ના સીકર રોડ નંબર 17 પર સ્થિત એક ઈમારતના ભોંયરામાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે એક છોકરો અને બે છોકરીઓ ડૂબી જવાથી જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ પરિવારજનોની હાલત ખરાબ છે અને તેઓ રડી રહ્યા છે. સિવિલ ડિફેન્સ અને SDRF ની ટીમોએ ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા હતાં.
આ પણ વાંચો: Rajasthan : દિલ્હી બાદ હવે જયપુર, ભોંયરામાં પાણી ભરાવાથી 3 ના મોત...