Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આગામી 24 કલાકમાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ ?

ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ રાજસ્થાનમાં વાવાઝોડું છે જે સાંજે ડિપ્રેશન બનશે. ગુજરાતમાંથી બિપરજોય વવાઝોડાની અસર ઓછી થશે. બિપોરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની...
આગામી 24 કલાકમાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ

ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ રાજસ્થાનમાં વાવાઝોડું છે જે સાંજે ડિપ્રેશન બનશે. ગુજરાતમાંથી બિપરજોય વવાઝોડાની અસર ઓછી થશે. બિપોરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે

ગુજરાતમાં તેની અસર ધીરે-ધીરે ઓછી થઈ રહી છે. જોકે સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ વરસાદ રહેશે.

Advertisement

રાજ્યમાં 24 કલાક વરસાદી માહોલ

અમદાવાદ-ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. બિપોરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. હજુ રાજ્યમાં 24 કલાક વરસાદી માહોલ રહેશે. છુટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ રહેશે. શુક્રવારે ભારે વરસાદ કચ્છ અને ઓખામાં વરસ્યો હતો.

Advertisement

મહેસાણા કેટલાક વિસ્તારો ભારે પવન સાથે વરસાદ

બિપરજોઇ વાવાઝોડાના લઇને રાજયમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વિસનગર, મહેસાણા શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. બહુચરાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  વિસનગરમાં ભારે વરસાદના કારણે પાણી  ભરાયા છે. સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે.

આપણ  વાંચો -ગૃહમંત્રી અમિત શાહ કચ્છ પહોંચ્યા, અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું

Tags :
Advertisement

.