Gujarat માં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી...
- સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા - અંબાલાલ પટેલ
- દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ
ગુજરાત (Gujarat)માં હવે વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એક નવો વરસાદી માળખું સક્રિય થવાની સંભાવના છે. ગુજરાત (Gujarat)ના કચ્છ વિસ્તારમાં સક્રિય થયેલું વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાયું છે, જે રાજ્ય માટે રાહતનું કારણ છે. આ વાવાઝોડાનું જોર ઘટી જવાને કારણે હવામાનમાં ઠેર ઠેર સુધારો જોવા મળે છે.
સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા...
હવામાન વિભાગની આગાહી મુજબ, સપ્ટેમ્બર મહિનાના 3 થી 10 તારીખ દરમિયાન ગુજરાત (Gujarat)માં ફરીથી વરસાદી માળખું સક્રિય થશે. આ વખતે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ સિસ્ટમથી રાજ્યમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે, જેથી નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ.
આ પણ વાંચો : Gujarat Teacher Bharti:ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી...
અગાઉની આગાહી મુજબ, દક્ષિણ અને મધ્ય ગુજરાત (Gujarat)માં આ નવી સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યના આ ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની આશંકા છે, જેને કારણે નાગરિકોને સાવચેત રહેવું જોઈએ. હવામાન નિષ્ણાતોના કહેવા પ્રમાણે, આ વરસાદી સિસ્ટમથી કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો : Gondal:શિવરાજગઢ ગામે મકાનનો કાટમાળ પડતા મહિલાનું મોત
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ...
આ નવી વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત (Gujarat)ના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ખેડૂતો અને નાગરિકોને પરિસ્થિતિ અંગે સુચના આપવામાં આવી છે અને તેમનું ધ્યાન રાખવા વિનંતી કરવામાં આવી છે. સરકારી તંત્ર પણ તૈયારી કરી રહ્યું છે જેથી કોઈપણ જરુરીયાતે સમયસર પગલા લઈ શકાય.
આ પણ વાંચો : Dabhoi: પૂરથી અસરગ્રસ્ત લોકોને કેશડોલ પ્રક્રિયાનો પ્રારંભ