Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rain in Gujarat : મેહુલિયો નવરાત્રિ બગાડશે ? યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા આગામી 7 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં યેલો અલર્ટ 23 તારીખે બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન Rain in Gujarat : રાજ્યમાં વરસાદે હાલ વિરામ લીધો છે. પરંતુ, આગામી...
05:35 PM Sep 20, 2024 IST | Vipul Sen
  1. વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા
  2. આગામી 7 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  3. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં યેલો અલર્ટ
  4. 23 તારીખે બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન

Rain in Gujarat : રાજ્યમાં વરસાદે હાલ વિરામ લીધો છે. પરંતુ, આગામી સાત દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 25 અને 26 સપ્ટેમ્બરનાં રોજ દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવસારી (Navsari), વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો - 'Ekta' Sammelan : પદ્મિનીબા અને અર્જુનસિંહે એકબીજાને માર્યાં શબ્દોના બાણ! સંમેલનમાં જ હોબાળો

દક્ષિણ ગુજરાતમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસું (Rain in Gujarat) તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે એકવાર ફરી વરસાદ સિસ્ટમ સક્રિય થઈ શકે છે. રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં યેલો અલર્ટ (Yellow Alert) સાથે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે નવસારી, વલસાડ (Valsad), દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - VADODARA : "ચુંટાયેલા તો પૈસા ભેગા કરી લેશે, સામાન્ય માણસનું શું !", પૂર પીડિતની વ્યથા

બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન, ગુજરાતમાં વરસાદ

ઉપરાંત, અમદાવાદમાં (Ahmedabad) વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 23 તારીખે બંગાળની ખાડીમાં (Bay of Bengal) સાયકલોનિક સર્ક્યુલેશન બનવાને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ સર્જાઈ છે. જણાવી દઈએ કે, આ સીઝનમાં અત્યાર સુધી સરેરાશ વરસાદની સરખામણીએ 43 ટકા વધુ વરસાદ નોંધાયો છે. તેમ હવામાન વિભાગનાં (Meteorological Department) વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું.

આ પણ વાંચો - VADODARA : "30 વર્ષથી સત્તામાં છો, તમે શું કર્યું !", કોંગી કોર્પોરેટર ગર્જ્યા

Tags :
Bay of BengalDadra Nagar HaveliDamanGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsMeteorological DepartmentMonsoon in GujaratNavsarirain in gujaratSouth GujaratValsadweather forecastweather report
Next Article