Rain in Gujarat : આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે ઓરેન્જ-યેલો એલર્ટ જાહેર
Rain in Gujarat : રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. હાલ શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં વિવિધ સ્થળે ભારેથી અતિભારે વરસાદ (Heavy Rains) થવાની આગાહી છે. સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી, મહીસાગર (Mahisagar) અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને બનાસકાંઠામાં યલો એલર્ટ (Yellow Alert) જાહેર કરાયું છે.
આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં વરસાદની સ્થિતિને (Rain in Gujarat) લઈ હવામાન વિભાગની એકવાર ફરી મહત્ત્વની આગાહી સામે આવી છે. હવામાન વિભાગનાં (Meteorological Department) જણાવ્યા મુજબ, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર (Gandhinagar), પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ (Rajkot), બોટાદ, મોરબી, ભાવનગર (Bhavnagar) અને બનાસકાંઠા (Banaskantha) માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ (Dahod), છોટાઉદેપુર, નર્મદા, તાપી, મહીસાગર અને પંચમહાલમાં (Panchmahal) ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ થવાની વકી છે.
અહીં યેલો એલર્ટ જાહેર, મહીસાગરમાં 26 mm વરસાદ
પ્રાપ્ત માહિતી મુજબ, ખેડા (Kheda), આણંદ, વડોદરા, ભરૂચ, સુરત (Surat), નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી છે. જણાવી દઈએ કે, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા (Narmada), તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે સૌથી વધુ મહીસાગરમાં 26 mm વરસાદ નોંધાયો છે. જ્યારે આ સીઝનનો અત્યાર સુધી 20 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો - Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 24 કલાકમાં આવશે અનરાધાર વરસાદ
આ પણ વાંચો - AHMEDABAD અને GANDHINAGAR માં ઘમરોળશે વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી
આ પણ વાંચો - Panchmahal : હાથણી માતા ધોધ પર સહેલાણીઓ ઉમટ્યાં, પહાડની ટોચે યુવાનની જોખમી Reels, જુઓ Video