Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain in Gujarat : રાજકોટ, નવસારી, વલસાડ સહિત આ જિલ્લાઓમાં 7 ઇંચ સુધી ખાબક્યો, જાણો ક્યાં કેટલો વરસાદ ?

Rain in Gujarat : રાજયભરમાં જન્માષ્ટમીની (Janmashtami) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો કાનુડાની ભક્તિનાં રંગમાં રંગાયા છે. આવતીકાલે શ્રાવણ મહિના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર ઊજવવામાં આવશે. રાજ્યમાં ઠેર ઠેર 'કૃષ્ણ જન્મોત્સવ' નું આયોજન કરવામાં આવી રહ્યું...
rain in gujarat   રાજકોટ  નવસારી  વલસાડ સહિત આ જિલ્લાઓમાં 7 ઇંચ સુધી ખાબક્યો  જાણો ક્યાં કેટલો વરસાદ

Rain in Gujarat : રાજયભરમાં જન્માષ્ટમીની (Janmashtami) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો કાનુડાની ભક્તિનાં રંગમાં રંગાયા છે. આવતીકાલે શ્રાવણ મહિના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર ઊજવવામાં આવશે. રાજ્યમાં ઠેર ઠેર 'કૃષ્ણ જન્મોત્સવ' નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પહેલા મેઘરાજાએ પણ રાજ્યમાં જમાવટ કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં (Saurashtra) સવારથી મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે.

Advertisement

નવસારીનાં ખેરગામમાં સવારથી 10 ઇંચ વરસાદ

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ (Rajkot), નવસારી, વલસાડ, નર્મદા, તાપી (Tapi), વાપી, કરજણ, ચીખલી સહિતના વિસ્તારોમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નવસારીનાં ખેરગામમાં સવારથી 10 ઇંચ વરસાદ નોંધાયો છે. આથી, ખેરગામમાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડની (Valsad) વાત કરીએ તો જિલ્લામાં સવારથી સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. ધરમપુરમાં સવારથી છ ઇંચ, પરાડી, કપરાડામાં 5 ઇંચ સુધી વપસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં અનેક નદીઓ પણ બે કાંઠે થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Surat: ગંભીર બેદરકારી દ્રશ્યો, જીવના જોખમે લોકો કાકરાપાર ડેમમાં પ્રવેશ્યા અને પછી...

Advertisement

રાજકોટનાં પડધરીમાં 5 ઇંચ વરસાદ

રાજકોટની (Rajkot) વાત કરીએ તો શહેર અને જિલ્લામાં આજે સવારથી ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. પડધરીમાં 5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. જ્યારે વિવિધ તાલુકામાં પણ અનરાધાર વરસાદ વરસતા જાહેર માર્ગો પર, દુકાનો, ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જો કે, વરસાદ (Rain in Gujarat) થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી અને બફારાથી રાહત પણ મળી છે. નર્મદા જિલ્લાનાં સાગબારામાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો - VADODARA : નર્મદા નદીમાં 2.20 લાખ કયુસેક પાણી છોડાશે, પ્રશાસન સતર્ક

ક્યાં કેટલો વરસાદ ખાબક્યો ?

ઉપરાંત, તાપીનાં કુકરમુંડામાં સવારથી 5 ઇંચ, આહવા અને વાંસદામાં 4-4 ઇંચ, વાપી-વઘઇમાં પણ 4-4 ઈંચ, ચીખલી-નાંદોદ-કવાંટમાં સાડા ત્રણ ઈંચ, કરજણ-નીઝર-સુબીરમાં પણ 3-3 ઈંચ વરસાદ (Rain in Gujarat) નોંધાયો છે. આ સાથે રાજ્યનાં 55 તાલુકામાં 1થી 5 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. સવારથી રાજ્યનાં 152 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો - Gujarat: જન્માષ્ટમી પૂર્વે રાજ્યમાં મેઘરાજાની મહેરબાની, રાજ્યમાં વરસાદની ધમાકેદાર મોસમ

Tags :
Advertisement

.