ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસની સરકાર બનશે તો રાહુલ ગાંધી રામ મંદિરનો નિર્ણય પલટાવી દેશે : આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

લોકસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે (Former Congress leader Acharya Pramod Krishnam) રાહુલ ગાંધી (Rahul Gandhi) અને રામ મંદિર (Ram Mandir) ને લઈને મોટું નિવેદન આપ્યું છે. આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે, તેઓ 32 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસ...
03:34 PM May 06, 2024 IST | Hardik Shah
Acharya Pramod Krishnam

લોકસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે (Former Congress leader Acharya Pramod Krishnam) રાહુલ ગાંધી (Rahul Gandhi) અને રામ મંદિર (Ram Mandir) ને લઈને મોટું નિવેદન આપ્યું છે. આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે, તેઓ 32 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસ (Congress) માં છે. જ્યારે રામ મંદિર (Ram Mandir) નો નિર્ણય આવ્યો અને રામ મંદિરનું નિર્માણ શરૂ થયું ત્યારે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ તેમના નજીકના લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાહુલે કહ્યું હતું કે જો અમારી સરકાર બનશે તો અમે સુપરપાવર કમિશન બનાવીને રામ મંદિરના નિર્ણયને પલટી નાખીશું.

શું કહ્યું આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ?

આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે (Acharya Pramod Krishnam) કહ્યું હતું કે, કોંગ્રેસમાં મારો 32 વર્ષથી વધુનો સમય છે. જ્યારે રામમંદિર (Ram Mandir) નો નિર્ણય આવ્યો, ત્યારે રામમંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું, ત્યારપછી રાહુલ ગાંધી (Rahul Gandhi) એ અમેરિકામાં રહેતા એક શુભેચ્છકની સલાહ પર પોતાના નજીકના લોકોની બેઠકમાં કહ્યું હતું કે, જો અમારી સરકાર બનશે તો અમે સુપરપાવર કમિશન બનાવીશે અને રામ મંદિરનું નિર્માણને પલટાવી દઇશું. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે રીતે રાજીવ ગાંધીએ ટ્રિપલ તલાકના મુદ્દે શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલ્યો હતો, તે જ રીતે તેઓ રામ મંદિરનો નિર્ણય પણ બદલશે. પ્રમોદ કૃષ્ણમના આ આરોપો બાદ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.

રાહુલ પર માર્યો હતો ટોણો

તાજેતરમાં જ્યારે કોંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલીથી ઉમેદવાર બનાવ્યા હતા ત્યારે પ્રમોદે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. પ્રમોદે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણી લડવી જોઈતી હતી. અમેઠીથી ભાગી જવાથી કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમગ્ર દેશને એક સંદેશ જશે કે જે વ્યક્તિ PM નરેન્દ્ર મોદીને રોજ ચેલેન્જ આપતો હતો, તે પોતાના કોંગ્રેસના કાર્યકરો અને દેશની જનતાને દરરોજ કહેતો હતો કે ડરશો નહીં, તે પોતે જ ડરી ગયો. મને લાગે છે કે આ કોંગ્રેસની કમનસીબી છે.

PM મોદીએ શું કહ્યું ?

PM નરેન્દ્ર મોદીએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, મેં પહેલા જ કહ્યું હતું કે રાહુલ ગાંધી બે જગ્યાએથી ચૂંટણી લડશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે શહેજાદે વાયનાડ સીટ હારી જશે. મેં કહ્યું હતું કે તેમની સૌથી મોટા નેતા ચૂંટણી લડવાની હિંમત નહીં કરે. તે ડરીને ભાગી જશે અને તે રાજસ્થાન ભાગી ગઈ અને રાજ્યસભામાં આવી. મેં પહેલેથી જ કહ્યું હતું કે શહેજાદે વાયનાડમાં હારી જવાના છે અને હારના ડરને કારણે વાયનાડમાં મતદાન પૂરું થતાં જ તે બીજી સીટ શોધવાનું શરૂ કરશે. પીએમ મોદીએ કહ્યું કે રાહુલ ગાંધી એટલા ડરી ગયા છે કે તેઓ અમેઠીથી ભાગીને રાયબરેલીનો રસ્તો શોધી રહ્યા છે.

આ પણ વાંચો - કોંગ્રેસના પૂર્વ નેતાનો બફાટ, રાહુલ ગાંધીને પાકિસ્તાનથી ચૂંટણી લડવાની આપી સલાહ

આ પણ વાંચો - Pramod Krishnam : કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા પ્રમોદ કૃષ્ણમ આજે કરશે પ્રેસ કોન્ફરન્સ…

Tags :
Acharya Pramod KrishnamBJPCongressCongress governmentCongress LeaderGujarat FirstLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionpm modipramod krishnamrahul-gandhiram mandirram mandir newsRam temple
Next Article