Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : સાંસદ નારણ કાછડીયા સામે જમીનોને બિન ખેતી કરવાના કૌંભાડનો આરોપ

ઇનપુટ---ફારુક કાદરી, અમરેલી અમરેલી (Amreli) જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવેની જમીનો બિન ખેતી કરવાનું કૌંભાડ અમરેલીના સાંસદ નારણ કાછડીયા દ્વારા આચરાયું હોવાનો આરોપ RTI એક્ટિવિસ્ટે લગાવ્યો લગાવતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી...
amreli   સાંસદ નારણ કાછડીયા સામે જમીનોને બિન ખેતી કરવાના કૌંભાડનો આરોપ

ઇનપુટ---ફારુક કાદરી, અમરેલી

Advertisement

અમરેલી (Amreli) જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવેની જમીનો બિન ખેતી કરવાનું કૌંભાડ અમરેલીના સાંસદ નારણ કાછડીયા દ્વારા આચરાયું હોવાનો આરોપ RTI એક્ટિવિસ્ટે લગાવ્યો લગાવતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. જો કે સમગ્ર મામલે નારણ કાછડીયાએ કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

Advertisement

નેશનલ હાઈવેમાં જમીનો બિન ખેતી કરવાનું કૌંભાડ

અમરેલી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે અંગે RTI માં મોટો ખુલાસો થયો છે. RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી ફરિયાદ કરી છે. RTI એક્ટિવિસ્ટે આરોપ લગાવ્યો કે મહુવા-અમરેલી-જેતપુર ચાર માર્ગીય નેશનલ હાઈવેમાં જમીનો બિન ખેતી કરવાનું કૌંભાડ આચરાયું છે.

Advertisement

સાંસદ કાછડીયાની જમીન બિન ખેતી

RTI એક્ટિવિસ્ટે આરોપ લગાવ્યો કે અમરેલી સાંસદ નારણ કાછડીયા દ્વારા જમીન બિન ખેતી કરીને રાષ્ટ્રની સંપતિને નુકશાન કરવામાં આવ્યું છે. સાવરકુંડલા ના ચરખડિયા ગામની જમીન 17 દિવસમાં બિનખેતી થઈ જતાં આ સવાલો ઉઠ્યા છે. આરોપ મુજબ સાંસદ કાછડીયાની 5 હજાર ચોરસ મીટર અને 8 હજાર ચોરસ મીટર જેવી 2 જમીનો બિનખેતી થઈ ગઈ છે.

સરકારી તંત્ર સાથે મેળાપીપણું

ઉપરાંત લાપાળીયા ગામે નિવૃત્ત ATDO હર્ષદ દવેની જમીન બિનખેતી થઈ ગઈ હોવાનો પણ આરોપ લગાવાયો છે. નોટિફિકેશન બહાર પડે તે પહેલા જમીન બિન ખેતી કરીને સરકારી વળતર મેળવવાનો કારસો હોવાનો RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાએ આક્ષેપ લગાવ્યો છે. સરકારી તંત્ર સાથે મેળાપીપણું કરીને સરકારી નાણાં વધુ લેવાનો કારસો હોવાનો નાથાલાલ સુખડીયાએ આક્ષેપ લગાવતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચો----BANASKANTHA : ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વોર્ડન વિદ્યાર્થીઓને હેરાન કરતા હંગામો મચાવતા તંત્ર દોડતું થયું

Tags :
Advertisement

.