Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Quasar Black Hole: ખગોળશાસ્ત્રીઓએ બ્રહ્માંડનો સૌથી વિનાશકારી બ્લેક હોલને શોધી કાઢ્યો

Quasar Black Hole: ફરી એકવાર ખગોળશાસ્ત્રીઓ દ્વારા બ્રહ્માંડમાં થતી સૌથી મહત્ત્વની ગતિવિધિ પર પ્રકાશ પાડવામાં આવ્યા છે. ત્યારે ખગોળશાસ્ત્રીઓ દ્વારા બ્લેક હોલની વધુ એક અગત્યની માહિતિ જાહેર કરવામાં આવી છે. ANU ના વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ તેનું અવલોકન કર્યું પ્રકાશને પૃથ્વી પર...
11:12 PM Feb 20, 2024 IST | Aviraj Bagda
Astronomers discover the most destructive black hole in the universe

Quasar Black Hole: ફરી એકવાર ખગોળશાસ્ત્રીઓ દ્વારા બ્રહ્માંડમાં થતી સૌથી મહત્ત્વની ગતિવિધિ પર પ્રકાશ પાડવામાં આવ્યા છે. ત્યારે ખગોળશાસ્ત્રીઓ દ્વારા બ્લેક હોલની વધુ એક અગત્યની માહિતિ જાહેર કરવામાં આવી છે.

ખગોળશાસ્ત્રીઓએ બ્રહ્માંડમાં સૌથી ઝડપથી વિસ્તરતું બ્લેક હોલ શોધી કાઢ્યું છે. તે એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે તે દરરોજ એક સૂર્યને ખાઈ રહ્યો છે. તે તેની આસપાસના તમામ ગ્રહો, આકાશગંગાઓ, સૂર્ય અને તારાઓને ગળી જાય છે. તેથી તે બ્રહ્માંડમાં સૌથી વધુ પ્રકાશ ફેલાવનાર તારો બની ગયો છે.

Quasar Black Hole

ANU ના વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ તેનું અવલોકન કર્યું

તાજેતરમાં નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં આ બ્લેક હોલ વિશે એક સંશોધન પેપર પ્રકાશિત થયું છે . ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી (ANU) ના વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ તેનું અવલોકન કર્યું હતું. આ વિજ્ઞાનીઓએ સાઇડિંગ સ્પ્રિંગ ઓબ્ઝર્વેટરી (Siding Spring Observatory) માં સ્થાપિત ટેલિસ્કોપ (Telescope) દ્વારા આ તેજસ્વી ક્વાસાર (Quasar) ને શોધવામાં આવ્યો હતો.

પ્રકાશને પૃથ્વી પર પહોંચવામાં 120 કરોડ વર્ષ લાગે છે

આ ક્વાસાર (Quasar) માંથી નીકળતો પ્રકાશ 120 કરોડ વર્ષમાં પૃથ્વી પર પહોંચે છે. પરંતુ આ બ્લેક હોલ (Black Hole) ઝડપથી વિસ્તરી રહ્યું છે. હાલમાં તે પૃથ્વીથી 200 કરોડ પ્રકાશ વર્ષ દૂર છે. તેનું વજન આપણા સૂર્ય કરતાં 170 કરોડ ગણું વધારે છે.

200 અથવા 300 કરોડ સૂર્યને સૂર્યને ગળી શકે છે

ક્યારેક બ્લેક હોલ (Black Hole) એટલા મોટા હોય છે કે તે 200 કે 300 કરોડ સૂર્યને સમાવી શકે છે. બ્રહ્માંડમાં ઘણા બ્લેક હોલ છે પરંતુ તેઓ સ્થિર છે. તેઓ ઓછા પદાર્થોને બહાર કાઢે છે અથવા ગળી જાય છે. ઓછી ગરમી અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ઓછા તેજસ્વી હોય છે. પરંતુ આ બ્લેક હોલ (Black Hole) વિશાળ, ચમકદાર, ગરમ અને પ્રકાશથી ભરેલો છે.

આ બ્લેક હોલનું કેન્દ્ર 7 લાખ પ્રકાશ વર્ષ પહોળું છે

બ્રહ્માંડમાં આટલો પ્રકાશ નષ્ટ થઈ ગયા પછી પણ ઘણી તેજસ્વી વસ્તુઓ રહે છે. આ વિશાળ બ્લેક હોલ (Black Hole) ની અંદર તોફાન ચાલી રહ્યું છે. આ તોફાન 7 પ્રકાશ વર્ષ પહોળું છે. તેનું તાપમાન લગભગ 10 હજાર ડિગ્રી સેલ્સિયસ છે.

આ પણ વાંચો: Social media platforms : Google, YouTube અને Instagram દ્વારા થઈ રહી છે જાસૂસી

Tags :
#galaxyANUblack holeGujaratGujaratFirstNasaQuasarQuasar Black HoleScienceScientistSiding Spring ObservatorySpaceSun
Next Article