Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચંદ્ર ઉપર ગુફાઓ મળી હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો, અવકાશયત્રીઓ માટે બની શકે છે આશ્રય સ્થાન!

MOON CAVES : ચંદ્ર ઉપર જનારા સૌ પ્રથમ વ્યક્તિ એટલે કે નીલ આર્મસ્ટૉંઞ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. હવે ચંદ્ર ઉપર 55 વર્ષ પહેલા જ્યાં નીલ આર્મસ્ટૉંઞ અને તેમના સાથી બઝ એલ્ડ્રિન ઉતર્યા હતા તેના બાજુમાં ચંદ્ર પર...
ચંદ્ર ઉપર ગુફાઓ મળી હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો  અવકાશયત્રીઓ માટે બની શકે છે આશ્રય સ્થાન

MOON CAVES : ચંદ્ર ઉપર જનારા સૌ પ્રથમ વ્યક્તિ એટલે કે નીલ આર્મસ્ટૉંઞ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. હવે ચંદ્ર ઉપર 55 વર્ષ પહેલા જ્યાં નીલ આર્મસ્ટૉંઞ અને તેમના સાથી બઝ એલ્ડ્રિન ઉતર્યા હતા તેના બાજુમાં ચંદ્ર પર એક ગુફા હોવાની વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર આ ગુફામાં અવકાશયત્રીઓ આશ્રય પણ લઈ શકે છે. વધુમાં ચંદ્ર ઉપર આવી સેંકડો ગુફાઓ હોઈ શકે છે તેવું પણ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.

Advertisement

ચંદ્ર ઉપર મળી આવી ગુફાઓ

ચંદ્ર ઉપર આ ગુફાઓ વિશે માહિતી ઇટાલિયન વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા આપવામાં આવી હતી. આ વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળની ટીમે સોમવારે અહેવાલ આપ્યો હતો કે ચંદ્ર પર એક મોટી ગુફા હોવાના પુરાવા મળ્યા છે. તે Apollo 11 લેન્ડિંગ સાઇટથી માત્ર 250 miles (400 kilometers) દૂર 'Sea of ​​Tranquility' માં સ્થિત છે. ચંદ્ર ઉપર રચાયેલા આ ખાડાની રચના લાવા ટ્યૂબના કારણે રચાઇ હોવાનું પણ સામે આવ્યું હતું. સંશોધકોએ નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટર દ્વારા રડાર માપનનું વિશ્લેષણ કર્યું અને પરિણામોની તુલના પૃથ્વી પરની લાવા ટ્યુબ સાથે કરી. ઉલ્લેખનીય છે કે, તેમના આ સમગ્ર તારણો 'નેચર એસ્ટ્રોનોમી' જર્નલમાં પ્રકાશિત થયા છે.

શું ચંદ્ર પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે?

થોડા સમય પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું હતું કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર વધતું જાય છે. સ્પેસ એજન્સી દ્વારા મળતી માહિતીના અનુસાર, ચંદ્ર દર વર્ષે 3.8 સેમીના દરે ધીરે ધીરે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. ચંદ્રના પૃથ્વીથી દૂર થવા પાછળનું કારણ 'મિલાનેવિચ સાઈકલ' હોઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો : WORLD CHAMPION બન્યા બાદ પણ INDIA LEGENDS ની ટીમે શા માટે માંગવી પડી માફી?

Advertisement
Tags :
Advertisement

.