Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દેહવ્યાપારના સકંજામાંથી મહિલાઓને આઝાદી અપાવી

આરોપીને અગાઉ દેહવ્યપાર માટે વોન્ડેટ જાહેર કરાયા દેહવ્યપાર કરતી મહિલાઓ પાસેથી કમિશન પણ મેળવતી રોકડા રૂપિયા 15,500 તથા 2 મોબાઇલ જપ્ત કર્યા Surat Crime Case : તાજેતરમાં સુરતથી વખતે કુટણખાનું ઝડપાયું છે. જોકે આ પહેલા પણ અનેકવાર સુરતમાંથી વિવિધ...
સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દેહવ્યાપારના સકંજામાંથી મહિલાઓને આઝાદી અપાવી
  • આરોપીને અગાઉ દેહવ્યપાર માટે વોન્ડેટ જાહેર કરાયા
  • દેહવ્યપાર કરતી મહિલાઓ પાસેથી કમિશન પણ મેળવતી
  • રોકડા રૂપિયા 15,500 તથા 2 મોબાઇલ જપ્ત કર્યા

Surat Crime Case : તાજેતરમાં સુરતથી વખતે કુટણખાનું ઝડપાયું છે. જોકે આ પહેલા પણ અનેકવાર સુરતમાંથી વિવિધ માધ્યમોથી ગેરકાનૂની રીતે દેહવ્યપાર કરતી મહિલાઓ પકડવાામાં આવી છે. ત્યારે આ વખતે પણ અનેક મહિલાઓને હોટેલમાં પૂરજોશમાં દેહવ્યપાર કરતી મહિલાઓેની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે હોટલ સ્ટાફને પણ પકડી પાડવામાં આવ્યા છે.

Advertisement

આરોપીને અગાઉ દેહવ્યપાર માટે વોન્ડેટ જાહેર કરાયા

મળતી માહિતી, સુરતના ઉત્રાણમાં આવેલી હોટલ મેનેજર વિજયસિંહ ઉર્ફે કાનો હઠીશંગભાઇ પરમારની ધરપકડ સહિત અનેક વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ હોટલમાં રૂમ ભાડે રાખનાર જોનીલ દિલીપભાઇ કેવડીયાને વોન્ટેડ જાહેર કરાયો હતો. તેને આ અગાઉ સુદામા ચોક હાઇવ્યુ નામની હોટલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વ્યાપારના ધંધાને લઈ વોન્ડેટ જાહેર કરાયો હતો.

આ પણ વાંચો: ગુજરાતની નવરાત્રીમાં સગીરાઓ અસુરક્ષિત! માતાઓની ન્યાયની ગુહાર

Advertisement

દેહવ્યપાર કરતી મહિલાઓ પાસેથી કમિશન પણ મેળવતી

ત્યારે હાઇવ્યુ નામની હોટલમાંથી હોટલ ભાડે રાખનાર જોનીલ દિલીપભાઇ કેવડીયા સહિત હોટલમાં રૂમ ભાડે રાખનાર ભાવનાબેન શિવમ ગજેરાને પકડી પાડવામાં આવી છે. તો આ રૂમમાં કુલ-૦૭ ભારતીય મહિલાઓને રાખી તેમની પાસેથી પોતાના આર્થિક ફાયદા માટે દેહવ્યપાર કરાવવામાં આવતો હતો. જોકે આ ભાવનાબેનએ દેહવ્યપાર કરતી મહિલાઓ પાસેથી કમિશન પણ મેળવતી હતી.

રોકડા રૂપિયા 15,500 તથા 2 મોબાઇલ જપ્ત કર્યા

ત્યારે સુરત પોલીસ દરોડા પાડતાની સાથે રોકડા રૂપિયા 15,500 તથા 2 મોબાઇલ જપ્ત કર્યા છે. જોકે અગાઉ આ હોટલ ભાડે રાખનાર જોનીલ દિલીપભાઇ કેવડીયા તેમજ હોટલની રૂમો ભાડે રાખનાર ભાવનાબેન મરાઠી અને શિવમ ગજેરાને વોન્ટેડ જાહેર કરાયા છે. તો સુરત પોલીસે ચારેય આરોપીઓ વિરૂધ્ધ ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ 1956 ની કલમ 3,4,5,6 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: GONDAL : પ્રાચીન ગરબીનું પ્રખ્યાત "દૈત્યનો હાહાકાર" નાટક જોવા લોકો ઉમટ્યા

Tags :
Advertisement

.