Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ganesh Pujaના વિવાદ પર PM MODI ના આકરા પ્રહાર

પીએમ મોદી આજે મંગળવારે ઓડિશાના પ્રવાસે સીજેઆઇના ઘેર ગણેશ પૂજા કરવાના વિવાદ પર પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા ગણપતિની પૂજા પણ ખટકે છે કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમના લોકો છેલ્લા કેટલાક દિવસોથી નારાજ કર્ણાટક સરકાર પર પ્રહાર Ganesh Puja :...
ganesh pujaના વિવાદ પર pm modi ના આકરા પ્રહાર
  • પીએમ મોદી આજે મંગળવારે ઓડિશાના પ્રવાસે
  • સીજેઆઇના ઘેર ગણેશ પૂજા કરવાના વિવાદ પર પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા
  • ગણપતિની પૂજા પણ ખટકે છે
  • કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમના લોકો છેલ્લા કેટલાક દિવસોથી નારાજ
  • કર્ણાટક સરકાર પર પ્રહાર

Ganesh Puja : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે ઓડિશાના પ્રવાસે છે. આજે તેમણે ઓડિશામાં સુભદ્રા યોજના શરૂ કરાવી હતી. આ સિવાય તેમણે અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. CJIના ઘરે જવા અને ગણેશ પૂજા (Ganesh Puja)માં ભાગ લેવાના વિવાદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર નિવેદન આપ્યું છે. ભુવનેશ્વરમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે જ્યારે મેં ગણેશ પૂજામાં ભાગ લીધો ત્યારે કોંગ્રેસ અને તેની સમગ્ર ઇકોસિસ્ટમને પ્રોબ્લેમ થઇ ગઇ...

Advertisement

ગણપતિની પૂજા પણ ખટકે છે

વડાપ્રધાન મોદીએ ઓડિશામાં કહ્યું, 'તે સમયે પણ, ભાગલા પાડો અને રાજ કરોની નીતિને અનુસરનારા અંગ્રેજોની નજરમાં ગણેશ ઉત્સવ ખટકતો હતો. આજે પણ સમાજમાં ભાગલા પાડવા અને તોડવામાં વ્યસ્ત સત્તાના ભૂખ્યા લોકો ગણેશ પૂજાને લઈને પરેશાની થઇ રહી છે. તેમણે કહ્યું, 'તમે જોયું જ હશે કે કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમના લોકો છેલ્લા કેટલાક દિવસોથી નારાજ છે કારણ કે મેં ગણપતિ પૂજામાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો---Ganesh Puja નું આ દ્રશ્ય જોઈને હું ચોંકી ગયો હતો : કપિલ સિબ્બલ

Advertisement

કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, કર્ણાટકમાં જ્યાં તેમની સરકાર છે ત્યાં આ લોકોએ તેનાથી પણ મોટા ગુના કર્યા છે. આ લોકો ભગવાન ગણેશની મૂર્તિને જેલના સળિયા પાછળ મૂકી દે છે. તે તસવીરોથી આખો દેશ પરેશાન થઈ ગયો હતો. આ દ્વેષપૂર્ણ વિચારસરણી, સમાજમાં ઝેર ઓકવાની આ માનસિકતા આપણા દેશ માટે ખતરનાક છે, તેથી આવી નફરતપૂર્ણ શક્તિઓને આગળ વધવા દેવી જોઈએ નહીં. સાથે મળીને આપણે ઘણા મોટા સીમાચિહ્નો હાંસલ કરવાના છે. આપણે ઓડિશાને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે.

Advertisement

સુભદ્રા યોજનાનો પ્રારંભ

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ મંગળવારે ઓડિશા સરકારની મહિલા કેન્દ્રિત યોજના 'સુભદ્રા' લોન્ચ કરી હતી. તેમણે રાજ્યમાં રૂ. 3,800 કરોડથી વધુના ખર્ચના રેલવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટનું પણ અનાવરણ કર્યું હતું. વડાપ્રધાને રાજ્યમાં રૂ. 2,871 કરોડના નેશનલ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે અહીં જનતા મેદાન ખાતે એક કાર્યક્રમમાં રૂ. 1,000 કરોડના ખર્ચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું પણ અનાવરણ કર્યું હતું.

આ પણ વાંચો---પીએમ મોદીએ CJI ના ઘેર ગણેશ પૂજા કરી અને શરુ થયું.....

Tags :
Advertisement

.