Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maloneyના વાયરલ વીડિયો પર PM MODIએ શું કહ્યું ?

Maloney : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીમાં યોજાયેલી જી-7 સમિટમાં ભાગ લઇ ભારત પરત ફર્યા છે પણ ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની (Georgia Maloney) એ પીએમ મોદી સાથેનો એક વીડિયો શેર કર્યા બાદ તથા બંનેની એક સેલ્ફી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સોશિયલ...
maloneyના વાયરલ વીડિયો પર pm modiએ શું કહ્યું

Maloney : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીમાં યોજાયેલી જી-7 સમિટમાં ભાગ લઇ ભારત પરત ફર્યા છે પણ ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની (Georgia Maloney) એ પીએમ મોદી સાથેનો એક વીડિયો શેર કર્યા બાદ તથા બંનેની એક સેલ્ફી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સોશિયલ મીડિયામાં આ વીડિયો અને તસવીર ટ્રેન્ડમાં છે. ફરી એકવાર ઇટલીના પીએમએ આ ટ્રેન્ડ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. X પર આ વીડિયોને ફરીથી શેર કરતા પીએમ મોદીએ લખ્યું- ભારત અને ઈટાલીની મિત્રતા હંમેશા ટકી રહે.

Advertisement

પીએમ મોદીએ લખ્યું- ભારત અને ઈટાલીની મિત્રતા હંમેશા ટકી રહે

Advertisement

પીએમ મોદી સાથેના વીડિયોમાં ઈટાલીના પીએમ મેલોનીએ કહ્યું- મેલોડી ટીમ તરફથી હેલો. આ વીડિયોમાં પીએમ મોદી પાછળથી હસતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઈટલીના પીએમ મેલોની ભારત આવ્યા ત્યારે તેમણે પીએમ મોદી સાથે સેલ્ફી શેર કરતી વખતે હેશટેગ ટ્રેન્ડ 'મેલોડી'નો ઉપયોગ કર્યો હતો. ત્યારથી આ ટ્રેન્ડની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફરી એકવાર ઇટલીના પીએમએ આ ટ્રેન્ડ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. X પર આ વીડિયોને ફરીથી શેર કરતા પીએમ મોદીએ લખ્યું- ભારત અને ઈટાલીની મિત્રતા હંમેશા ટકી રહે.

પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીની એક તસવીર સામે આવી

ઉલ્લેખનિય છે કે G-7 સમિટ બાદ પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીની એક તસવીર સામે આવી છે જેમાં જ્યોર્જિયા મેલોની પીએમ મોદી સાથે સેલ્ફી લઈ રહી છે. બંને વિશ્વના નેતાઓ એકબીજાની સાથે આરામથી ઉભા છે અને હસતા છે. પ્રથમ નજરે આ તસવીર કોઈ રૂમની બહારની હોવાનું જણાય છે. કારણ કે તસવીરની પાછળ એક દરવાજો છે અને ત્યાં એક-બે લોકો પણ હાજર છે. આ તસવીરમાં જ્યોર્જિયા મિલોની અને પીએમ મોદીની સ્ટાઈલ જોવા જેવી છે. બંને નેતાઓ એકબીજાને સંપૂર્ણ આરામથી મળ્યા હતા.

Advertisement

ભારતે ઈટાલી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી. તેઓ ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઇકોનોમિક કોરિડોર સહિત વૈશ્વિક મંચો અને બહુપક્ષીય ઠરાવોમાં સહકારને મજબૂત કરવા સંમત થયા હતા. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત શુક્રવારે દક્ષિણ ઇટાલીના અપુલિયામાં મોદીની એક દિવસીય મુલાકાતના અંતે થઈ હતી. આ દરમિયાન મોદીએ G7 સમિટમાં આમંત્રણ આપવા બદલ ઈટાલીના વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર પર પણ ચર્ચા

વિદેશ મંત્રાલયે આ બેઠક વિશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નેતાઓએ ખુલ્લા અને મુક્ત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે તેમના સહિયારા વિઝનને પરિપૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર પર પણ ચર્ચા કરી હતી. આ પ્રદેશમાં ચીનની આક્રમક ગતિવિધિઓ વચ્ચે, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "બંને નેતાઓ મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટેના તેમના સહિયારા વિઝનને પરિપૂર્ણ કરવા માટે સંયુક્ત પ્રવૃત્તિઓને અમલમાં મૂકવા માટે આતુર છે."

પીએમ મોદી જી-7 કોન્ફરન્સમાં ભાગ લેવા ઈટાલી ગયા હતા

તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી અને ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર સહિત વૈશ્વિક મંચો અને બહુપક્ષીય ઠરાવોમાં સહયોગને મજબૂત કરવા સંમત થયા હતા. ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) પ્રોજેક્ટ એશિયા, પશ્ચિમ એશિયા અને પશ્ચિમ વચ્ચે જોડાણ સુનિશ્ચિત કરવા માટે સાઉદી અરેબિયા, ભારત, યુએસ અને યુરોપ વચ્ચે વિશાળ રોડ, રેલ અને શિપિંગ નેટવર્કની કલ્પના કરે છે. ચીનના 'બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ' (BRI) સામે વ્યૂહાત્મક પ્રભાવ મેળવવાની પહેલ તરીકે સમાન વિચાર ધરાવતા દેશો દ્વારા IMECને પણ જોવામાં આવે છે. BRI એક વિશાળ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે જે ચીનને દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સાથે જોડે છે. ગયા વર્ષે દિલ્હીમાં G20 સમિટ દરમિયાન IMECને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો----- G7 : જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદીની સેલ્ફીનો નવો અંદાજ

Tags :
Advertisement

.