Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતી પર PM મોદીની નજર

ગુજરાતની વરસાદની સ્થિતિ પર PM મોદીની નજર PM મોદીએ CM ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે કરી ટેલિફોનિક વાત PM મોદીએ ગુજરાતની સ્થિતિ અંગે મેળવ્યો તાગ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને તમામ સહયોગ આપવા આપી ખાતરી જનતાનું નુકસાન, પશુધનને નુકસાન અંગે પણ PM...
10:22 AM Aug 28, 2024 IST | Vipul Pandya
Prime Minister Narendra Modi

PM Modi : ગુજરાતમાં વીતેલા 3 દિવસમાં ખાબકેલા અતિ ભારે વરસાદની સ્થિતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ની પણ નજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરીને ગુજરાતની સ્થિતીનો તાગ મેળવ્યો હતો અને ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી.

છેલ્લા ત્રણ દિવસથી તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ

ગુજરાતમાં સર્જાયેલી ત્રણ સિસ્ટમના કારણે છેલ્લા ત્રણ દિવસથી તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. ગુજરાતની તમામ મોટી નદીઓમાં પૂર આવ્યા છે અને જળાશયો પણ છલકાઇ ગયા છે. સતત પડેલા અતિ ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં જાનમાલને પણ નુકશાન થયું છે. હજું પણ 24 કલાક ગુજરાતમાં કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસલાદની આગાહી છે.

આ પણ વાંચો---Gujarat: સાચવજો..હજું ખતરો ટળ્યો નથી કારણ કે....

ગુજરાતની વરસાદની સ્થિતિ પર PM મોદીની સીધી નજર

દરમિયાન ગુજરાતની વરસાદની સ્થિતિ પર PM મોદીની સીધી નજર છે. PM મોદીએ CM ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે આજે ટેલિફોનિક વાતચીત કરી હતી. PM મોદીએ ગુજરાતની હાલની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી અને નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.. ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ સ્થિતીનો તાગ મેળવ્યો

ઉલ્લેખનિય છે કે અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતની ભારે વરસાદની સ્થિતી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી અને કેન્દ્ર સરકાર તરફથી જરુરી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો---- Gujarat માં મેઘમહેર-જળાશયો છલકાયાં

Tags :
CM Bhupendrabhai PatelforecastGujaratgujarat rainheavy to very heavy rainIMD GujaratMeteorological Departmentpm narendra modiPrime Minister Narendra ModiWeather Alert
Next Article