Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pragati Ahir : કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરને મોટી રાહત

કોંગ્રેસના નેતા પ્રગતિ આહીરને હાઈકોર્ટથી મોટી રાહત કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં હાઈકોર્ટે આગોતરા જામીન અરજી મંજૂર કર્યા અગાઉ સેશન્સ કોર્ટે પ્રગતિ આહીરની જામીન અરજી ફગાવી હતી. કોંગ્રેસ (Congress) નેતા પ્રગતિ આહીરને (Pragati Ahir) હાઈકોર્ટથી મોટી રાહત મળી છે....
05:42 PM Jul 31, 2024 IST | Vipul Sen
  1. કોંગ્રેસના નેતા પ્રગતિ આહીરને હાઈકોર્ટથી મોટી રાહત
  2. કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં હાઈકોર્ટે આગોતરા જામીન અરજી મંજૂર કર્યા
  3. અગાઉ સેશન્સ કોર્ટે પ્રગતિ આહીરની જામીન અરજી ફગાવી હતી.

કોંગ્રેસ (Congress) નેતા પ્રગતિ આહીરને (Pragati Ahir) હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે (Gujarat High Court) મંજૂર કરી છે. અગાઉ સેશન્સ કોર્ટે પ્રગતિ આહીરની જામીન અરજી ફગાવી હતી. આથી તેમની મુશ્કેલીઓ વધી હતી. પ્રગતિ આહીર વિરુદ્ધ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારા દરમિયાન કાર્યકરોને ઉશ્કેરવાનો ગંભીર આરોપ છે. આ આરોપ સાથે તેમની વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસ મથકમાં (Ellisbridge Police Station) ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો - 'The Gujarat State Co-Operative Bank ના સૉફ્ટવેરમાં ખામીની વાત અફવા' - ચેરમેન અજય પટેલ

હાઈકોર્ટે પ્રગતિ આહીરને આપ્યા જામીન

કોંગ્રેસ નેતા અને આરોપી પ્રગતિ (Pragati Ahir) આહીરને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે પ્રગતિ આહીરનાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. અગાઉ સેશન્સ કોર્ટે (Sessions Court) પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આથી, કોંગ્રેસ (Congress) નેતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારે હવે જામીન મળી જતા પ્રગતિ આહીરને હાશકારો થયો છે. જણાવી દઈએ કે, કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનાં કેસમાં પ્રગૃતિ આહીર સામે કાર્યકરોને ઉશ્કેરવાનો ગંભીર આરોપ કરાયો હતો.

આ પણ વાંચો - Gujarat Congress : કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર હાઈકોર્ટનાં શરણે, રાહુલ ગાંધી આવશે ગુજરાત!

અગાઉ સેશન્સ કોર્ટે ફગાવી હતી પ્રગતિ આહીરની જામીન અરજી

આ આરોપ સાથે પ્રગતિ આહીર વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસ મથકમાં (Ellisbridge Police Station) ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર (Anticipatory Bail) થતા કોંગ્રેસ નેતાએ હાઈકોર્ટમાં વિશેષ દાદ માગતી અરજી કરી હતી. આ મામલે આજે સુનાવણી થતા હાઈકોર્ટે (Gujarat High Court) પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજીને મંજૂર કરી છે. માહિતી મુજબ, 5 ઓગસ્ટે કોંગ્રેસ નેતાને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન કરાયો છે.

આ પણ વાંચો - ડોક્ટર OYO રૂમમાં યુવતી સાથે માણી રહ્યો હતો મજા, અચાનક ત્રાટક્યો યુવતીનો પતિ અને..

Tags :
AhmedabadCongress office in AhmedabadEllisbridge Police StationGandhinagarGujarat CongressGujarat FirstGujarat High CourtGujarat PoliticsGujarati NewsPragati AhirSessions Court
Next Article