Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાર્દિક પટેલ સહિત 21 આંદોલનકારી સામેના કેસ પરત ખેંચવાની અરજીને સેશન્સ કોર્ટની મંજૂરી

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિત 21 લોકો સામે નોંધાયેલા કેસને લઇને કોર્ટેનો મહત્વનો ચુકાદો આવ્યો છે. રાજ્ય સરકારે રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક તથા અન્ય લોકો સામેના કેસને પરત ખેંચવાની જે અરજી કરી હતી તેને કોર્ટે મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે ગત 25મી એપ્રિલના રોજ મેટ્રોપોલીન કોર્ટે આ અરજી ફગાવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા ફરી વખત આ અંગે સેશન્સ કોર્ટમાં અરજી કરવામ
હાર્દિક પટેલ સહિત 21 આંદોલનકારી સામેના કેસ પરત ખેંચવાની અરજીને સેશન્સ કોર્ટની મંજૂરી
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિત 21 લોકો સામે નોંધાયેલા કેસને લઇને કોર્ટેનો મહત્વનો ચુકાદો આવ્યો છે. રાજ્ય સરકારે રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક તથા અન્ય લોકો સામેના કેસને પરત ખેંચવાની જે અરજી કરી હતી તેને કોર્ટે મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે ગત 25મી એપ્રિલના રોજ મેટ્રોપોલીન કોર્ટે આ અરજી ફગાવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા ફરી વખત આ અંગે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટ દ્વારા હવે મંજૂર કરવામાં આવી છે.
હાર્દિક સામે હવે રાજદ્રહનો એક કેસ પેન્ડીંગ
કોર્ટ દ્વારા કેસ પરત ખેંચવાની મંજૂરી આપતા હાર્દિક પટેલ સહિત અન્ય લોકોને રાહત મળી છે. રામોલ પોલીસ સ્ટેશનવાળો કેસ પરત ખેંચાતાની સાથે જ હવે હાર્દિક પટેલ સામે માત્ર રાજદ્રહનો કેસ પેન્ડીંગ છે. 2015ના વર્ષમાં થયેલા પાટીદાર અનામત આંદલન વખતે અમદાવાદમાં વિવિધ જગ્યા પર પોલીસ ફરિયાદ થઇ હતી. આ કેસ પરત ખેંચવાને લઇને અનેક વખત પાટીદાર નેતાઓ તરફથી સરકારને રજૂઆત પણ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇને જ થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા પાટીદારો પરના કેસ પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત આ કેસો પરત ખેંચવા માટે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ પણ આપી હતી.
પહેલા કોર્ટે અરજી ફગાવી હતી
આ પહેલા ગત 25 એપ્રિલે કોર્ટ દ્વારા પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની અરજીને ફગાવી દેવામાં આવીહતી. કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની અરજીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી હતી. મેટ્રોપોલીટન કોર્ટ દ્વારા આરોપીોની અગાઉને વર્તણૂંકને ધ્યાનમાં રાખીને અરજી ફગાવી હતી. જેની સામે સરકાર સેશન્સ કોર્ટમાં ગઇ હતી. જ્યાં અરજી મંજૂર કરવામાં આવી છે.
શા માટે થઇ હતી ફરિયાદ?
હાર્દિક પટેલ અને અન્ય લોકો સામે 20 માર્ચ 2017ના દિવસે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. વસ્ત્રાલના તત્કાલીન કોર્પોરેટર પરેશ પટેલ દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી. કોર્પોરેટર પરેશ પટેલના ઘર આસ્થા બંગ્લોઝ પર ટોળા દ્વારા હુમલો કરાયાની ફરિયાદ નોંધાઇ હતી. 
Advertisement
Tags :
Advertisement

.