Porbandar : લોકમેળામાં અભેદ્ય સુરક્ષા, તૈયારીને આખરી ઓપ, સોઇલ ટેસ્ટમાં જિલ્લો પ્રથમ
- જન્માષ્ટમીનાં લોકોમેળાને લઇ પોલીસનો ચાંપતો સુરક્ષા બદોબસ્ત
- SOP નાં નિયમોમાં કોઈ બાંધછોડ નહીં : સંદીપસિંહ જાદવ
- રાઇડ્સની કેપીસીટી કરતા વધુ લોકોને બેસાડાશે તો કાર્યવાહી થશે
પોરબંદરમાં (Porbandar) જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ, પોરબંદરનાં ચોપાટી ગ્રાઉન્ડમાં મેળાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. લોકમેળાને લઈ પોલીસ દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. મેળા અંગે જિલ્લા પોલીસવડા અને ASP એ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી, જેમાં સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ, ઇમરજન્સી વ્યવસ્થા અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો - Jetpur : શાળાએ ગયેલી કિશોરીને આરોપી બાઇક પર બેસાડી ગેસ્ટ હાઉસ લઈ ગયો અને પછી..!
પોરબંદરમાં (Porbandar) છાયા નગરપાલિકા દ્વારા જન્મષ્ટમીનાં (Janmashtami) 5 દિવસનાં લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વહિવટી તંત્ર દ્વારા આ લોકમેળાને લઈ તડમાર તૈયારી કરવામાં આવી રહી છે. બીજી તરફ મેળાની સુરક્ષાને લઇ પોરબંદર પોલીસ વિભાગ પણ સજજ બન્યુ છે. જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા અને ASP સાહિત્યા વી. એ પત્રકાર પરિષદ યોજી હતી અને મેળાની સુરક્ષાને લઇ મેપ સાથે વિગતો આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, પોરબંદરનાં મેળાને માણવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે તેમની સુરક્ષાને લઇ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 700 થી વધારે સુરક્ષાકર્મીઓ આ લોકમેળામાં તૈનાત રહેશે. તેમ જ યુવતિઓ અને મહિલાની સુરક્ષા માટે ખાસ 6 સી ટીમ કાર્યરત કરવામાં આવશે. સાથે જ કુલ 30 કર્મચારી ફરજ બજાવશે. તેમ જ પાર્કિગને લઇ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ-અલગ પાર્કિંગમાં ખાસ LED સ્ક્રીન મૂકાશે, જેથી કેટલી સંખ્યા વાહનોની છે તે ખ્યાલ આવશે. પોરબંદર પોલીસ વિભાગ (Porbandar Police) દ્વારા મેળાની સુરક્ષાને લઇ ખાસ વ્યવસ્થા કરાઈ છે.
આ પણ વાંચો - ગુજરાત સાયન્સ સિટીમાં દેશનાં પ્રથમ ‘National Space Day’ ની ભવ્ય ઉજવણી, 1 હજાર વિદ્યાર્થીઓએ લીધો ભાગ
લોકમેળા સમિતિનાં અધ્યક્ષ સંદિપ સિંહ જાદવનાં માર્ગદર્શન હેઠળ SOP નાં નિયમોનાં બાંધછોડ વગર પારદર્શક રીતે મેળાનું આયોજન કરાય રહ્યું છે. હાલ પોરબંદરનાં મેળાનાં ગ્રાઉન્ડમાં વિવિધ રાઇડ્સ ફિટિંગની કામગીરી ચાલી રહી છે, જેમાં સમિતિનાં એક્સપર્ટ્સ, ઇજનેરો વગેરેનો સમાવેશ થાય છે. ઇજનેર દ્વારા મેળા ગ્રાઉન્ડની ચકાસણી, રાઇડ્સ સ્ટેબિલિટી વગેરેનું નિરક્ષણ કરાયું રહ્યું છે. લોકોની સુરક્ષા પર વધુ ભાર મુકાય રહ્યો છે. SOP નાં નિયમો મુજબ, મેળાનું આયોજન કરાઇ રહ્યું છે તમે મેળા સમિતિ જણાવી રહી છે. લોકોની સુરક્ષા ધ્યાને રાખી ગત વર્ષ કરતા આ વખતે રસ્તાઓ વધુ પહોળા રાખવામાં આવી રહી છે. એક ખાસ કંન્ટ્રોલ તૈયાર થઇ રહ્યો છે. ગત વર્ષે 32 હેવી રાઇડ્સ હતી, જે આ વખતે 22 ની આસપાસ છે. લોકોની સુરક્ષાની ધ્યાને રાખી એક વધારાનો ઇમરન્સી ગેટ તૈયાર કરાઇ રહ્યો છે. એક્સપર્ટ ઇજનેરો હાલ મેળા ગ્રાઉન્ડમાં દિવસ- રાત મહેનત કરી નિયમોનું પાલન કરાવી રહ્યાં છે. તેમ મેળા સમિતિ જણાવી રહી છે.
લોકમેળા સમિતિનાં સભ્ય અને માર્ગ અને મકાન વિભાગનાં ઇજનેર જયદીપસિંહ રાણા જણાવ્યું હતું કે, પોરબંદરમાં સોઇલ ટેસ્ટ રિપોર્ટમાં પહેલા નંબર છે. સોઇલ ટેસ્ટમાં જમીનનું આંકલન કરવાનું થતું હોય છે. રિપોર્ટ મુજબ, પોરબંદરની જમીન હાર્ડ છે એટલે એન્કરિંગ ટાઇપ ફાઉન્ડેશન શક્ય છે, જેથી એક્સપર્ટ ઇજનેર તમામ પાસા ચકાસણી કરાવી હાલ ડ્રોઇંગ મુજબ કામગીરી થઇ રહી છે.
અહેવાલ : કિશન ચૌહાણ, પોરબંદર
આ પણ વાંચો - Surat ની મહિલાએ પાટણનાં તરૂણ બ્રહ્મભટ્ટ સામે નોંધાવી ફરિયાદ, જાણો સમગ્ર મામલો