Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadali blast : વડાલી બ્લાસ્ટ કેસમાં પાર્સલ આપનારા સુધી પહોંચી પોલીસ

Vadali blast : સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વડાલી ( Vadali blast ) તાલુકાના વેડા ગામે અજાણી વ્યક્તિએ મોકલેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ થવાની ઘટનામાં પાર્સલ મોકલનારા સુધી પોલીસ પહોંચી છે. પાર્સલ મોકલી બ્લાસ્ટ કરાવાનો હેતુ શું હતો તે દિશામાં હવે પોલીસ...
vadali blast   વડાલી બ્લાસ્ટ કેસમાં પાર્સલ આપનારા સુધી પહોંચી પોલીસ

Vadali blast : સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વડાલી ( Vadali blast ) તાલુકાના વેડા ગામે અજાણી વ્યક્તિએ મોકલેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ થવાની ઘટનામાં પાર્સલ મોકલનારા સુધી પોલીસ પહોંચી છે. પાર્સલ મોકલી બ્લાસ્ટ કરાવાનો હેતુ શું હતો તે દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે. અત્યાર સુધી સમગ્ર કેસમાં 2 વ્યક્તિની પૂછપરછ કરાઇ છે.

Advertisement

વડાલી તાલુકામાં બન્યો ચોંકાવનારો બનાવ

ચોંકાવનારો બનાવ સાબરકાંઠા જિલ્લામાં બન્યો છે. મળેલી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે રહેતા જીતુભાઇ વણઝારાને અજાણી વ્યક્તિએ પાર્સલ મોકલ્યું હતું. જે પાર્સલ આજે તેમને મળ્યું હતું. એક રિક્ષા વાળો આ પાર્સલ આપી ગયો હતો. આ પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ થતાં 2ના મોત થયા હતા અને 3ને ઇજા પહોંચી હતી. ઘટના બાદ વડાલી પોલીસ, સાબરકાંઠા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત એટીએસ પણ તપાસમાં જોતરાઇ હતી.

Advertisement

રિક્ષા ચાલક શંકર ઠાકોર પાર્સલ લઇને જીતુ વણઝારાના ઘેર ગયો

હવે સાબરકાંઠા પોલીસ પાર્સલ આપનાર અને મોકલનાર સુધી પહોંચી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે રિક્ષા ચાલક શંકર ઠાકોર પાર્સલ લઇને જીતુ વણઝારાના ઘેર ગયો હતો. પોલીસે શંકરની પૂછપરછ કરતાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.

Advertisement

જયંતી વણઝારાએ રિક્ષા ચાલકને પાર્સલ આપ્યું

રિક્ષા ચાલક શંકર ઠાકોરની પૂછપરછમાં ખુલાસો થયો કે ખેડબ્રહ્મા તાલુકાના જયંતી વણઝારાએ એક્ટિવા પર આવીને તેને આ પાર્સલ આપ્યું હતું

પાર્સલ આપનારા જયંતીભાઈ બાલાભાઈ વણઝારાની પૂછપરછ

જેથી પોલીસે ઉંડી તપાસ કરીને એક્ટિવા પર આવીને રિક્ષા ચાલક શંકરને પાર્સલ આપનારા જયંતીભાઈ બાલાભાઈ વણઝારા રહે.કરૂંડા તા. ખેડબ્રહ્માને શોધી કાઢ્યો હતો. પોલીસ હવે જયંતી વણઝારાની ઉંડી પૂછપરછ કરીને આ પ્રકારનું પાર્સલ મોકલવાનો ઉદ્દેશ્ય શું હતો અને તેણે કોઇના કહેવાથી આ પાર્સલ મોકલ્યું હતું કે કેમ તે સહિતના મુદ્દા પર ઉંડી તપાસ શરુ કરી હતી.

બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે 2 વ્યક્તિના મોત થયા

ઉલ્લેખનિય છે કે આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસનો 1 કિમીનો વિસ્તાર ધણધમી ઉઠ્યો હતો અને 2 વ્યક્તિના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને ઇડર સારવાર માટે લઇ જવાયા બાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા છે. મળતી માહિતી મુજબ બનાવમાં 11 વર્ષની બાળકી છાયા જીતુભાઇ વણજારા અને 30 વર્ષના જીતુભાઇ વણજારાનું મોત થયું છે. જ્યારે ભૂમિકા (ઉ.7) સહિત ત્રણને ઇજા થઇ છે.

આ પણ વાંચો-----Sabarkantha : અજાણી વ્યક્તિએ મોકલેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ, 2ના મોત

આ પણ વાંચો----- HIMATNAGAR : ડબલ મર્ડર કેસનો ભેદ આખરે ઉકેલાયો, ઘરના જ નીકળ્યા ભેદી..

આ પણ વાંચો---- BHARUCH : ચૂંટણીનો પ્રચાર કરવા અર્થે ગયેલા ભાજપના કાર્યકર્તાઓ સાથે થઈ મારામારી, વિડીયો થયો વાયરલ

Tags :
Advertisement

.