Sabarkantha : વિદેશી દારૂની હેરાફેરી કરતાં 3 બુટલેગરોની પોલીસે 7.72 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
ક્રાઈમ બ્રાન્ચ ટીમ પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે , એક સફેદ કલરની ઈકો ગાડી નંબર-GJ.31.D.7092 ની અંદર ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે અને તે ગાડીની આગળ સફેદ કલરની ઈકો ગાડી નંબર-GJ.09.BG,6993 ની પાયલોટીંગ કરી રહેલ છે તે બન્ને ગાડીઓ દણબોરા(રાજસ્થાન)ઠેકા તરફથી આવે છે અને પોશીના થઈ હડાદ તરફ જનાર છે.” જે બાતમી આધારે પોલીસે પડાપાટ બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર નાકાબંધી કરી હતી
પકડાયેલ આરોપીઓ
- ઈલીયાસભાઈ ગફુરભાઈ મનસુરી ઉ.વ.૩૩ રહે.હડાદ રબારીવાસ તા.દાંતા જી.બનાસકાંઠા
- યુનુસભાઈ સુલેમાનભાઈ મનસુરી ઉ.વ ૪૬ રહે.હડાદ ફેક્ટરી તા.દાંતા જી.બનાસકાંઠા
- સત્તારભાઈ હસનભાઈ મનસુરી ઉ.વ ૪૬ રહે હડાદ મસ્જીદની બાજુમાં તા દાંતા જી બનાસકાંઠા
ફરાર આરોપીઓ
- (વોન્ટેડ) અજમલભાઈ બાબુલાલ કોદરવી, રહે.કુવારસી, તા.દાંતા, જી.બનાસકાંઠા (પ્રોહી મુદ્દામાલ મંગાવનાર)
- (વોન્ટેડ) દાણ બોરા ઠેકા વાળો જેનુ પુરુ નામ સરનામુ મળી આવેલ નથી (માલ ભરી આપનાર)
દરમ્યાન બાતમી મુજબની પાયલોટીંગ કરી રહેલ ઈકો ગાડી નંબર GJ.09.BG.6993 ની તથા તેની પાછળ ઈકો ગાડી નંબર-GJ.31.D.7092 ગાડી આવતાં તેને રોકી તેના ચાલકો તથા તેની બાજુમાં બેસેલ ઇસમને પકડી પાડયા હતા પોલીસે ઈકો ગાડી નંબર GJ.09.BG,6993 તથા ઈકો ગાડી નંબર GJ.31,D,7092 બન્નેની કિ.રૂ.૬,૦૦,૦૦૦ તથા વિદેશી દારૂ,બિયર બોટલ,ટીન નંગ ૧૬૩૨ કુલ કિ.રૂ. ૧,૬૨,૨૬૪ ,તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૦,૫૦૦ મળી કુલ કિ.રૂ. ૭,૭૨,૭૬૪ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પકડાયેલ ત્રણેય આરોપીઓ તથા પકડવાના બાકી આરોપીઓ વિરૂધ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહિ એકટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ પણ વાંચો-CRIME NEWS : અમદાવાદની યુવતી પર કચ્છના પોલીસકર્મીએ સાત વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો