Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Deepika Suicide Case: ચિરાગને પુછ્યા વગર ક્યાંય પણ ના જવાનો આદેશ..

સુરતનો ચકચારી ભાજપ વોર્ડ પ્રમુખ દીપિકા આપઘાત કેસ કોર્પોરેટર ચિરાગ સોલંકીને સુરત નહીં છોડવા પોલીસનો આદેશ દીપિકાના ફોનની તપાસ ચાલુ દીપિકા ના ફોનના ડેટા ચિરાગે ડિલીટ કર્યાની આશંકા ભાજપ વોર્ડ પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસમાં ચિરાગની શંકાસ્પદ ભૂમિકા ચિરાગ...
deepika suicide case  ચિરાગને પુછ્યા વગર ક્યાંય પણ ના જવાનો આદેશ
Advertisement
  • સુરતનો ચકચારી ભાજપ વોર્ડ પ્રમુખ દીપિકા આપઘાત કેસ
  • કોર્પોરેટર ચિરાગ સોલંકીને સુરત નહીં છોડવા પોલીસનો આદેશ
  • દીપિકાના ફોનની તપાસ ચાલુ
  • દીપિકા ના ફોનના ડેટા ચિરાગે ડિલીટ કર્યાની આશંકા
  • ભાજપ વોર્ડ પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસમાં ચિરાગની શંકાસ્પદ ભૂમિકા
  • ચિરાગ સોલંકીને સુરત નહીં છોડવા પોલીસે આદેશ અપાયો
  • સુરત બહાર જાય તો પોલીસને અચૂક જાણ કરવા તાકીદ કરવામાં આવી

Deepika Suicide Case : સુરતમાં (Surat) BJP મહિલા મોરચા વોર્ડ પ્રમુખ દીપિકા પટેલ આપઘાત કેસમાં (Dipika Patel Suicide Case) પોલીસે શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીને સુરત નહીં છોડવા માટે પોલીસે આદેશ આપ્યો છે. દીપિકા આપઘાત કેસમાં ચિરાગ સોલંકીની શંકાસ્પદ ભૂમિકા હોવાથી પોલીસે તેને સુરત નહીં છોડવા આદેશ આપ્યો છે. દીપિકાના ફોનના ડેટા પણ ચિરાગે ડિલીટ કર્યા હોવાની શંકા રાખીને પોલીસે તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.

દીપિકાએ છેલ્લો ફોન ચિરાગને કર્યો હતો

ઉલ્લેખનિય છે કે સુરતમાં (Surat) BJP મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. દીપિકા પટેલની આત્મહત્યાનું (Dipika Patel Suicide Case) કારણ હાલ પણ અકબંધ છે, પરંતુ પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. દીપિકાનાં નજીકના સંબંધીઓએ હત્યાનો આક્ષેપ કર્યો છે અને કોર્પોરેટર ચિરાગ સોલંકી (Chirag Solanki) સામે ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે, આત્મહત્યા કરતા પહેલા દીપિકાએ છેલ્લો ફોન ચિરાગને કર્યો હોવાનું અને ઘટના દરમિયાન ચિરાગ સોલંકીને મૃતક દીપિકા પટેલનાં ઘરે જતાંનાં CCTV ફૂટેજ સામે આવતા પોલીસે ચિરાગ સોલંકી સામે તપાસ તેજ કરી તેની પૂછપરછ આદરી હતી.

Advertisement

Advertisement

કોર્પોરેટર ચિરાગ સોલંકીને સુરત નહીં છોડવા પોલીસે આદેશ કર્યો

બીજી તરફ શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીને સુરત નહીં છોડવા પોલીસે આદેશ કર્યો છે અને દીપિકાના ફોનની તપાસ ચાલુ કરવામાં આવી છે. આ સાથે ચિરાગના પણ ફોનની તપાસ કરાઇ રહી છે. અગાઉ તેની સતત પૂછપરછ પણ કરવામાં આવી છે. જો તે સુરત બહાર જાય તો પોલીસને અચૂક જાણ કરવા તાકીદ કરવામાં આવી છે.

ચિરાગ સોલંકીએ દીપિકા ના ફોનના ડેટા ચિરાગે ડિલીટ કર્યાની આશંકા

ચોંકાવનારી વાત તો એ છે કે ચિરાગ સોલંકીએ દીપિકા ના ફોનના ડેટા ચિરાગે ડિલીટ કર્યાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે જેથી દિપીકાના ફોન ડેટા બાબતે તજજ્ઞો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કારણ કે ભાજપ વોર્ડ પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસમાં ચિરાગની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી છે.

આ પણ વાંચો---Deepika Patel Suicide Case:ચિરાગ સોલંકીનો ચોંકાવનારો ખુલાસો

સુરતમાં દીપિકાની પ્રાર્થના સભાનું પણ આયોજન

બીજી તરફ ગુરુવારે સુરતમાં દીપિકાની પ્રાર્થના સભાનું પણ આયોજન કરાયું છે જેમાં ચિરાગ સોલંકી પણ આવ્યો હતો પણ તે થોડી જ મિનીટોમાં ત્યાંથી નિકળી ગયો હતો. એવી પણ માહિતી બહાર આવી છે કે દીપિકાની પ્રાર્થનાસભામાં ભાજપનો પણ એક પણ પદાધીકારી આવ્યો ન હતો.

આપઘાત કેસમાં અત્યાર સુધીમાં 12 જણાનાં નિવેદનો લેવાયાં

દીપિકા આપઘાત કેસમાં અલથાણ પોલીસે અત્યાર સુધીમાં દીપિકાના પતિ, 3 સંતાનો, દીપિકાના પિતા, કોર્પોરેટર ચિરાગ સોલંકી, ડોક્ટર આકાશ તેમજ 3 મહિલા સહિત 12 જણાનાં નિવેદનો લીધાં છે, જેમાં પોલીસને કેટલીક મહત્વની વિગતો મળી છે. આ ઉપરાંત પોલીસે ચિરાગ અને દીપિકાના મોબાઇલ, પંખો, દુપટ્ટો અને કેમેરાનું ડીવીઆર કબજે કર્યું છે.

આ પણ વાંચો----Dipika Patel Suicide : કોર્પોરેટર ચિરાગ સોલંકી સામેની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા!

Tags :
Advertisement

.

×