Dipika Patel Suicide : કોર્પોરેટર ચિરાગ સોલંકીની કલાકો સુધી પૂછપરછ, ચોંકાવનારા ખુલાસા થવાની વકી
- Surat માં ભાજપની મહિલા નેતાના આપઘાત કેસમાં તપાસ તેજ (Dipika Patel Suicide Case)
- પોલીસે કોર્પોરેટર ચિરાગ સોલંકીની 4 કલાક પૂછપરછ કરી
- પોલીસે દીપિકા અને ચિરાગનો મોબાઇલ ફોરન્સિક લેબમાં મોકલ્યા
સુરતમાં (Surat) BJP મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલ આપઘાત કેસમાં (Dipika Patel Suicide Case) પોલીસે તપાસ તેજ કરી છે. મૃતક દીપિકા પટેલનો ભાઈ હોવાનો દાવો કરનારા કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે આરોપો બાદ પોલીસે ચિરાગ સોલંકીની 4 કલાક પૂછપરછ કરી અને મોબાઇલ પણ કબજે કર્યો છે. પોલીસે દીપિકા અને ચિરાગની કોલ ડિટેલ્સ અને whatsapp ચેટની તપાસ આદરી છે. સાથે જ પોલીસે દીપિકા અને ચિરાગનાં મોબાઇલને ફોરેન્સિક લેબમાં પણ મોકલ્યા છે. આ તપાસમાં અનેક રહસ્ય ઊજાગર થાય તેવી આશંકા છે.
આ પણ વાંચો - Surat : BJP મહિલા નેતાનો આપઘાત કેસ, PM રિપોર્ટમાં થયો આ મોટો ઘટસ્ફોટ!
કોર્પોરેટર ચિરાગ સોલંકીની 4 કલાક પૂછપરછ
સુરતમાં (Surat) બે દિવસ પહેલા BJP મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. દીપિકા પટેલનાં આપઘાત (Dipika Patel Suicide Case) પાછળ અનેક સવાલોનાં જવાબ પોલીસ હાલ પણ શોધી રહી છે. દીપિકાનાં નજીકના સંબંધીઓએ હત્યાનો આક્ષેપ કર્યો છે અને કોર્પોરેટર ચિરાગ સોલંકી (Chirag Solanki) સામે પણ ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે, બીજી તરફ પરિવારે નિવેદનમાં કોઈ આક્ષેપ કર્યા નથી. પોલીસે CCTV ફૂટેજ અને આરોપોનાં આધારે તપાસ આદરી ચિરાગ સોલંકીની 4 કલાક પૂછપરછ કરી હતી. પોલીસે મૃતક દીપિકા (Dipika Patel) અને ચિરાગ સોલંકીનાં મોબાઇલ જપ્ત કરી ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે.
આ પણ વાંચો - Surat રેલવે સ્ટેશન પાસે VHP કાર્યકર્તાઓ દ્વારા ધર્મગુરુ પર હુમલાની ઘટનાના વિરોધમાં ધરણા પ્રદર્શન
પ્રેમ સંબંધ કે નાણાકીય બાબત અંગે પણ તપાસ
માહિતી અનુસાર, પોલીસે મૃતક દીપિકા પટેલ અને ચિરાગ સોલંકીની કોલ ડિટેલ્સ અને whatsapp ચેટની તપાસ પણ કરી છે, જેમાં મોટા ખુલાસા થવાની આશંકા છે. પોલીસે દીપિકાના ઘરેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પણ કબજે કરી છે અને FSL માં મોકલી છે, જ્યાં તમામ વસ્તુઓની તપાસ થશે. પ્રેમ સંબંધ કે નાણાકીય બાબત અંગે પણ પોલીસ તપાસ ચાલી રહી છે. જ્યારે, બીજી તરફ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે દીપિકાને કોર્પોરેશનની ટિકિટ અપાવવાની લાલચ આપવામાં આવી હતી. સાથે જ ભાજપનાં નેતાએ બે કરોડ પડાવ્યા હોવાની પણ ચર્ચા છે. આ કેસમાં પોલીસ દરેક પાસા પર સઘન તપાસ કરી રહી છે.
આ પણ વાંચો - Mehsana : ઊંઝા હાઈવે પર ગાય સાથે અથડાતા ઇકો કાર ડિવાઇડર કૂદી પટકાઈ, બે લોકોના મોત