ધારાસભ્ય સહિત Congress ના 3 નેતાઓને શોધી રહી છે પોલીસ, નામ પણ જાહેર કર્યા
- કિરીટ પટેલ દ્વારા VNSGU માં કરાયું હતું પ્રદર્શન
- પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલાનો કરાયો આક્ષેપ
- હાલ તો પોલીસ કુલ 6 કોંગ્રેસી નેતાઓની શોધખોળ હાથ ધરી
Patan News : ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, તેના સમર્થક અને પાર્ટી કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ તેમના સમર્થકો અને પાર્ટી કાર્યકર્તાઓ પર પાટણ જિલ્લાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં કથિત રીતે દારુ પાર્ટીના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે તથા તેમના સમર્થકોએ કથિત રીતે પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે હવે અધિકારીક ફરિયાદ દાખલ કરી છે.
કિરીટ પટેલ સહિત કુલ 6 લોકો સામે પોલીસ ફરિયાદ
કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય છે. પાટણ જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી કે, સીસીટીવી ફુટેજના આધારે પાટણ બી ડિવીઝન પોલીસ સ્ટેશને કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા પાર્ટીની વિદ્યાર્થી શાખાના કેટલાક નેતાઓ સહિત કૂલ 200 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચો : જમ્મુના કઠુઆમાં મોટી દુર્ઘટના, નિવૃત્ત DSP ના ઘરમાં લાગી આગ; 6 ના મોત
વિરોધ પ્રદર્શન દરમિયાન થયું હતું ઘર્ષણ
પોલીસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર કિરીટ પટેલ અને અન્ય લોકોની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 121-1 (લોક સેવકને તેની ફરજ કરતા અટકાવવા અને ઇજા પહોંચાડવી) 132 (લોકસેવક પર હુમલો) 224 (લોક સેવકને ઇજા પહોંચાડવાની ધમકી) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ અને કાર્યકર્તાઓએ સોમવારે એનએનજીયુ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હોસ્ટેલમાં દારૂ પાર્ટી મામલે કરી રહ્યા હતા પ્રદર્શન
કિરીટ પટેલનો દાવો છે કે, 8 ડિસેમ્બરે યુનિવર્સિટીની હોસ્ટેલના એક રૂમમાં દારુ પીતા ઝડપાયેલા ત્રણ યુવકો વિરુદ્ધ પોલીસ કોઇ ફરિયાદ દાખલ નથી કરી. ઘટના અંગેનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટલાક લોકો પોલીસ અધિકારી સાથે બોલાચાલી કરી રહ્યા હોય તેવું જોઇ શકાય છે. આ ઉપરાંત પોલીસ જવાનની સાથે ઘર્ષણના દ્રશ્યો તેમાં જોઇ શકાય છે.
આ પણ વાંચો : AHMEDABAD: ડેપ્યુટી મેયર માટે 32 લાખ રૂપિયા ખર્ચે બાથરૂમ બનાવાયું, 3 લાખ રૂપિયા પડદા
પોલીસે શોધી રહી છે તે નેતાઓ...
(1) કિરીટ પટલે (ધારાસભ્ય કોંગ્રેસ )
(2) ગેમર દેસાઈ (પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ )
(3) ચંદનજી ઠાકોર (સિદ્ધપુર કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય )
(4) દાદુ સિંહ (NSUI પ્રમુખ )
(5) હિતેશ દેસાઈ (NSUI ઉપપ્રમુખ )
(6) પ્રેમ પટેલ (ધારાસભ્ય પુત્ર )