Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યની મહિલાઓને મળશે મફતમાં સિલાઈ મશીન, આ રીતે ફોર્મ ભરો

PM Free Silai Machine Scheme 2024: દેશમાં મહિલાઓને આર્થિક સ્તરે સક્ષમ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. તેના માટે મોદી સરકાર અને કેન્દ્ર સરકારે વિવિધ મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓને અમલમાં મૂકી છે. ત્યારે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાકાલ હેઠળ...
રાજ્યની મહિલાઓને મળશે મફતમાં સિલાઈ મશીન  આ રીતે ફોર્મ ભરો

PM Free Silai Machine Scheme 2024: દેશમાં મહિલાઓને આર્થિક સ્તરે સક્ષમ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. તેના માટે મોદી સરકાર અને કેન્દ્ર સરકારે વિવિધ મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓને અમલમાં મૂકી છે. ત્યારે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાકાલ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવે, તે માટે PM Free Silai Machine Scheme 2024 ને અમલમાં મૂકવામાં આવી છે. PM Free Silai Machine Scheme હેઠળ દરેક રાજ્યમાં 50 હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: દૂધાળા પશુ માટે રાજ્ય સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને નાખશે પૈસા

તો આયોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે ગરીબ પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરવી પડશે. જોકે આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે. જેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશે, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોનો સમાવેશ થાય છે. ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ ઓનલાઈન અરજી સાથે અમુક ખાસ વિગતો વિશે માહિતી સરકારને જણાવવામાં આવશે. PM Free Silai Machine Scheme ની ખાસ વાત એ છે કે, દરેક જ્ઞાતિની મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે.

Advertisement

PM Free Silai Machine Scheme ના જરૂરી નિયમો

  • લાભાર્થીઓએ યોજનાનો લાભ લેવા માટે https://pmvishwakarma.gov.in/ પર અરજી કરવી પડશે
  • દરેક રાજ્યોમાં 50 હજાર મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે
  • મહિલાઓ એક જ વાર આ યોજનાનો લાભ લઈ શકશે
  • લાભાર્થીએ સિલાઈ મશીનની ખરીદીની રકમ, ટ્રેડમાર્ક સોર્સ અને તારીખ વગેરે માહિતી જણાવવી પડશે

PM Free Silai Machine Scheme માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • વય પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • જો વિકલાંગ હોય, તો વિકલાંગ પ્રમાણપત્ર
  • વિધાવાઓને વિધવા પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર

PM Free Silai Machine Scheme માટેની યોગ્યતાઓ

  • અરજદારની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • આરજદાર આર્થિક ધોરણે પછાત હોવો જોઈએ
  • મજૂર મહિલાઓની વાર્ષિક આવક 1 લાખથી વધુ ના હોવી જોઈએ
  • અરજદારની કોઈ વ્યક્તિ સરકારમાં નોકરી કરતું ના હોવી જોઈએ

PM Free Silai Machine Scheme માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ અરજદારે https://pmvishwakarma.gov.in/ ની મુલાકાત કરો
  • વેબસાઈટના હોમ પેજ પર એપ્લાયના વિકલ્પ પર ક્લિક કરો
  • નવા પેજ પર મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરીને આગળ વધો
  • પછી Free Silai Machine Scheme નું ફોર્મ ખુલશે
  • અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતીઓનો દાખલ કરો
  • ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • અંતે કેપ્ચા કોડ દાખલ કરી સબમિટ પર ક્લિક કરો

Tags :
Advertisement

.