Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સૌરાષ્ટ્રના કોન્ટ્રાક્ટરોએ હડતાળની આપી ચીમકી, PGVCL કચેરીએ રજૂ કર્યો પત્ર

PGVCL Contractor : ચાર ડિસ્કોમના ભાવમાં તફાવત જોવા મળ્યો
સૌરાષ્ટ્રના કોન્ટ્રાક્ટરોએ હડતાળની આપી ચીમકી  pgvcl કચેરીએ રજૂ કર્યો પત્ર
Advertisement
  • 800 થી વધુ Contractor હડતાળ ઉપર ઉતરશે
  • ચાર ડિસ્કોમના ભાવમાં તફાવત જોવા મળ્યો
  • તમામ ડિસ્કોમમાં કામગીરી એકસમાન હોય છે

PGVCL Contractor : તાજેતરમાં PGVCL ના Contractor દ્વારા હડતાલની ચીમકી આપવામાં આવી છે. આ હડતાલમાં આશરે 800 થી વધુ કોન્ટ્રાક્ટોરો ભાલ લેશે. કારણ કે... Contractor ના જણાવ્યા અનુસાર, Contractor ના એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય સરકારને લાઈન કામ, ફેબ્રિકેશન કામ તથા વાહન ભાડા અને લોડિંગ-અનલોડિંગમાં ભાવ વધારોની માગ કરવામાં આવી રહી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઈ સચોટ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. તેથી આજરોજ 800 થી વધુ Contractor એ PGVCL ની કોર્પોરેટ ઓફિસે એકઠા થવાના અને એમડીને આવેદન આપી રજૂઆત કરશે.

ચાર ડિસ્કોમના ભાવમાં તફાવત જોવા મળ્યો

કચ્છ-સૌરાષ્ટ્ર PGVCL કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા અગાઉ રજૂઆત કરાઇ હતી કે, ઊર્જા વિભાગ હસ્તકની ચાર ડિસ્કોમ કંપનીઓમાં લેબર રેટ, હાયરિંગ ઓફ વ્હિકલ, ફેલ ટ્રાન્સફોર્મર બદલવા તથા ફેબ્રિકેશન વગેરેના ભાવમાં વધારો કરવામાં આવે. અમુક ડિસ્કોમમાં ભાવવધારાના પાવર્સ ચીફ ઈજનેર પાસે છે, અમુક ડિસ્કોમમાં બોર્ડ મિટિંગમાં મંજૂર થાય છે. તો અમુક કંપની દર વર્ષે ભાવવધારો આપે છે, જ્યારે અમુક કંપનીમાં બે ત્રણ વર્ષ સુધી વધારો કરવામાં આવતો નથી.

Advertisement

આ પણ વાંચો: નર્સિંગ કોલેજમાં 3 થી 4 વર્ષથી વિદ્યાર્થિનીઓના ભવિષ્ય સાથે રાજરમત થઈ રહી!

Advertisement

તમામ ડિસ્કોમમાં કામગીરી એકસમાન હોય છે

હાલમાં આ ચાર ડિસ્કોમના ભાવ તપાસવામાં આવે તો તેમાં ચાલીસથી પચાસ ટકા જેટલો ભાવમાં તફાવત જોવા મળે છે. જોકે તમામ ડિસ્કોમમાં કામગીરી એકસમાન હોય છે. તમામ ઊર્જા વિભાગ હેઠળ હોય છે. તો પછી તેમાં પોલિસી પણ એકસમાન હોવી જોઈએ. કારણ કે... MGVCl અને PGVCL માં આપવામાં આવતા ભાવો પૈકી MGVCl કરતા PGVCL ને 40 ટકા ઓછા ભાવ આપવામાં આવે છે. તેથી સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આશરે 400 થી 500 રજિસ્ટર્ડ Contractor એકઠા થશે અને માગણી પૂરી નહીં થાય તો હડતાળ પણ પાડવાના હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Kutch Rann Utsav નો થયો આરંભ, ટેન્ટ સિટીથી કરવામાં આવી શરૂઆત

Tags :
Advertisement

.

×