Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Social Media માં માલદીવ પર લોકોની પ્રતિક્રિયા, કહ્યું - જેટલી તમારી GDP છે તેટલી તો ગૌતમ અદાણીની...

Social Media માં માલદીવ (Maldives) ને લઇને સતત વિરોધ થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી ટ્વિટર (X) પર BoycottMaldive ટ્રેન્ડ કરી રહ્યો છે. સમગ્ર વિવાદને વેગ માલદીવ સરકારના મંત્રીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર વાધાજનક ટિપ્પણી કર્યા...
social media માં માલદીવ પર લોકોની પ્રતિક્રિયા  કહ્યું   જેટલી તમારી gdp છે તેટલી તો ગૌતમ અદાણીની

Social Media માં માલદીવ (Maldives) ને લઇને સતત વિરોધ થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી ટ્વિટર (X) પર BoycottMaldive ટ્રેન્ડ કરી રહ્યો છે. સમગ્ર વિવાદને વેગ માલદીવ સરકારના મંત્રીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર વાધાજનક ટિપ્પણી કર્યા પછી શરૂ થયો છે. જોકે, માલદીવ સરકારે આ ટિપ્પણી કરનાર ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ (Suspend) કરી દીધા છે. તેમ છતા ભારતીયોનો ગુસ્સો ઓછો થતો જોવા નથી મળી રહ્યો. ત્યારે સોશિયલ મીડિયામાં લોકો સતત માલવીદને સબક શીખવાડવાની વાતો કરતા જોવા મળી રહ્યા છે.

Advertisement

BoycottMaldive ટ્રેન્ડ થઇ રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર કરવામાં આવી રહેલી વાંધાજનક ટિપ્પણીને લઈને સમગ્ર ભારતમાં હોબાળો મચી ગયો છે, આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ માલદીવની ટીકા કરી રહ્યા છે. મીડિયા હોય કે સોશિયલ મીડિયા (Social Media), દરેક જગ્યાએ માલદીવની ટીકા થઈ રહી છે. વાસ્તવમાં, વડાપ્રધાન મોદી (PM Modi) 2 થી 3 જાન્યુઆરી સુધી લક્ષદ્વીપની મુલાકાતે હતા અને તેમણે ત્યાંથી કેટલીક તસવીરો શેર કરી હતી, જે બાદ માલદીવના મંત્રીએ વડાપ્રધાન મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી અને હવે મામલો ભારે ગરમાયો છે. સમગ્ર વિવાદ વધતા માલદીવના પ્રવાસન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ રહી છે, જે દેશના GDP માં મોટો હિસ્સો ધરાવે છે.

BoycottMaldive ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યું છે અને તેના કારણે માલદીવની ફ્લાઈટ્સ સતત રદ થઈ રહી છે, જ્યારે સ્થાનિક કંપનીઓ હવે લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તાજેતરમાં સ્થિતિ એવી બની ગઈ છે કે દરેક વ્યક્તિ માલદીવ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગે છે, જેના કારણે EaseMyTrip CEO નિશાંત પિટ્ટીએ પણ માલદીવ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને માલદીવ માટે તમામ ફ્લાઈટ બુકિંગ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

Social Media માં લોકોની શું છે પ્રતિક્રિયા

બીજી તરફ સોશિયલ મીડિયા પર માલદીવની પણ ઘણી ટીકા થઈ રહી છે, આવી સ્થિતિમાં એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું છે કે ગૌતમ અદાણીની અહીંની નેટવર્થ માલદીવની જીડીપી કરતા પણ વધુ છે. વર્ટિગો વોરિયર નમક નામના એક સોશિયલ મીડિયા યુઝરે માલદીવની ટીકા કરતા લખ્યું છે કે માલદીવની જાણકારી માટે માલદીવની GDP 6.5 બિલિયન યુએસ ડોલર છે, જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 101 બિલિયન ડોલર છે. અન્ય યુઝર્સ ડૉ. ફલક જોશીપુરાએ લખ્યું કે, ફેબ્રુઆરીમાં તેમના જન્મદિવસ માટે માલદીવ જવાની યોજના હતી, પરંતુ હવે તે રદ કરવામાં આવી છે. અક્ષિત સિંહ નામના યુઝરે કહ્યું કે તેણે 31 માર્ચથી 2 એપ્રિલની વચ્ચે માલદીવની ટ્રિપ બુક કરાવી હતી, પરંતુ હવે તે જશે નહીં.

Advertisement

લક્ષદ્વીપની ફ્લાઈટ પર બમ્પર છૂટ !

અન્ય એક અહેવાલ મુજબ, જ્યારે આ મુદ્દાએ વેગ પકડવાનું શરૂ કર્યું, ત્યારે લગભગ 8,000 હોટેલ બુકિંગ અને માલદીવની 2,500 ફ્લાઇટ ટિકિટ ભારતીયો દ્વારા રદ કરવામાં આવી છે. એક તરફ, માલદીવ માટે ઝડપથી બુકિંગ રદ કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ડોમેસ્ટિક ટૂર અને ટ્રાવેલ એજન્સીઓએ તેમના ગ્રાહકોને લક્ષદ્વીપ પ્રવાસ માટે બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરવાનું શરૂ કર્યું છે. મેક માય ટ્રિપ લક્ષદ્વીપની ફ્લાઈટ્સ પર રૂ. 2000નું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. મેક માય ટ્રિપ દ્વારા કરવામાં આવેલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત પછી, તેના પ્લેટફોર્મ પર આ લોકેશન અને ટુરિસ્ટ સ્પોટની શોધમાં 3400 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો - BoycottMaldive : માલદીવના નેતાઓ સામે ભારતીયોમાં આક્રોશ, હવે EaseMyTrip એ ભર્યું આ મોટું પગલું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.