Patan : હવે પાટણમાં ચાંદીપુરા વાઇરસનો પગપસેરો, 7 વર્ષીય બાળક સંક્રમિત થતાં સ્થિતિ ગંભીર
- પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો
- નાયતા ગામના 7 વર્ષીય બાળકની હાલત ગંભીર થતાં વેન્ટિલેટર પર રખાયો
- જિલ્લા આરોગ્ય વિભાગે સરવે અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી
રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ (Ahmedabad), રાજકોટ, સુરેન્દ્રનગર (Surendranagar), જામનગર, બનાસકાંઠા સહિતનાં જિલ્લાઓમાં ચાંદીપુરા વાઇરસે કોહરામ મચાવ્યા બાદ હવે પાટણ (Patan) જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે પગપસેરો કર્યો છે. પાટણ જિલ્લામાં 7 વર્ષીય બાળક ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત થતાં તેની હાલત ગંભીર બની છે. આથી, ઘારપુર GMERS હોસ્પિટલ ખાતે બાળકને વેન્ટિલેટર પર રખાયો છે.
આ પણ વાંચો - Aravalli : જિલ્લાની આ 9 શાળાઓ કરાશે બંધ, જાણો શું છે કારણ ?
પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસની દસ્તક
અનેક જિલ્લાઓમાં સંક્રમણ ફેલાયા બાદ પાટણ (Patan) જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે દસ્તક દીધી છે. જિલ્લાનાં સરસ્વતી તાલુકાનાં નાયતા ગામે 7 વર્ષીય બાળક ચાંદીપુરા વાઇરસથી (Chandipura Virus) સંક્રમિત થતા તેને પાટણની ઘારપુર GMERS હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયો હતો. પરંતુ, બાળકની હાલત વધુ ગંભીર થતા તેને વેન્ટિલેટર પર રખાયો છે. પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસનો પ્રથમ કેસ નોંધાતા સ્થાનિક આરોગ્ય વિભાગ (Health Department) દોડતું થયું છે અને સરવે સહિતની કામગીરી હાથ ધરી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં દવાના છંટકાવ સહિતની કામગીરી શરૂ કરાઈ છે.
- પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો
- નાયતા ગામના 7 વર્ષીય બાળકની હાલત ગંભીર થતાં વેન્ટિલેટર પર રખાયો
- ઘારપુર GMERS હોસ્પિટલ ખાતે બાળકને વેન્ટિલેટર પર રખાયો છે.
- જિલ્લા આરોગ્ય વિભાગે સરવે અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી
- રાજકોટ-સુરેન્દ્રનગરમાં પણ ચાંદીપુરા…— Gujarat First (@GujaratFirst) August 1, 2024
આ પણ વાંચો - Rajkot : બાઇક લઇને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ, Video વાઇરલ
રાજકોટ-સુરેન્દ્રનગરમાં નવા 1-1 કેસ નોંધાયા
જણાવી દઈએ કે, રાજકોટ (Rajkot) અને સુરેન્દ્રનગરમાં ગઈકાલે ચાંદીપુરા વાઇરસનાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજકોટમાં પડધરીના 3 વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) દાખલ કરાયું હતું. આ સાથે રાજકોટમાં હાલ કુલ 10 દર્દીઓ ચાંદીપુરા વાઇરસની સારવાર હેઠળ છે. 4 દર્દીઓનાં પોઝિટિવ અને 2 દર્દીઓનાં નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. જ્યારે 4 શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. સુરેન્દ્રનગરની (Surendranagar) વાત કરીએ તો વઢવાણના વસ્તડી ગામનાં પરિવારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તબિયત લથડતાં બાળકને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયું હતું. જો કે, સ્થિતિમાં સુધારો ન થતાં વધુ સારવાર અર્થે બાળકને રાજકોટ સિવિલમાં દાખલ કર્યું છે.
આ પણ વાંચો - Surat : મેટ્રોનાં બ્રિજનો સ્પાન નમી જવાં મામલે મોટી કાર્યવાહી! આ કંપનીને પાઠવી નોટિસ