Patan: કોંગ્રેસના MLAએ સરસ્વતી બેરેજમા પાણી છોડવા CM ને લખ્યો પત્ર
- ઉપરવાસના વરસાદથી નર્મદા ડેમ ઓવરફલો : MLA
- નર્મદા ડેમના 9 દરવાજા ખોલાયા છે : MLA
- પાટણ સરસ્વતી બેરેજમાં પાણી છોડાય તેવી માંગ : MLA
Patan: પાટણ(Patan)ના કોંગ્રેસના ધારાસભ્ય(Congress MLA) કિરીટ પટેલે(Kirit Patel) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel)પત્ર (letter)લખ્યો છે,પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે,સરસ્વતી બેરેજમાં પાણી છોડવામાં આવે અને સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડાય જેના કારણે ખેડૂતોને ફાયદો થાય અને હાલ વરસાદની સિઝન હોવાથી ખેડૂતો પાકનું વાવેતર કરી રહ્યાં છે જેના કારણે મુશ્કેલી ના પડે.
સરસ્વતી બેરેજમાં પાણી છોડવાથી ખેડૂતોને થશે ફાયદો
પાટણ(Patan) જિલ્લામાં આ વખતે વરસાદ ઓછો છે અને સાથે સાથે પાટણ જિલ્લામાં પાણીની તકલીફ બહુ છે,દર વખતે પાટણના ધારાસભ્ય મુખ્યપ્રધાનને પત્ર લખી પાણીની માંગ કરે છે આ વખતે પણ તેમણે પાણીની માંગ કરી છે,ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમ ઓવરફલો થયો છે જેના કારણે પાણીની સારી આવક છે જો આ પાણી સુફલામ સુજલામ યોજના હેઠળ કેનાલમાં છોડવામાં આવશે તો સ્થાનિકો અને ખેડૂતોને તેનો લાભ મળશે.
આ પણ વાંચો -NYAY YATRA : ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી નિવેદનબાજી
પાણી છોડશો તો પાણીના તર ઉપર આવશે
ધારાસભ્યનું કહેવું છે કે,ઉત્તરગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તે માટે આ પત્ર લખવામાં આવ્યો છે,સસ્વતી બેરેજમા પાણી છે નહી અને જો નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવે તો ખેડૂતોને તેનો ફાયદો થશે,સાથે સાથે ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો અને પાણીના તર ઉપર આવશે,જેથી નર્મદા ડેમનું વધારનું પાણી સરસ્વતી બેરેજમા છોડાય તેવી પત્ર લખી કરી માગ.
આ પણ વાંચો -Surat : નકલી RC બુક બનાવાના રેકેટનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
ખેડૂતો પાણી માટે તરસે છે
ઉત્તરગુજરાતના ખેડૂતો પાણી માટે તરસી રહ્યાં છે,તંત્ર દ્રારા પણ જોઈએ તે રીતે કેનાલોમાં પાણી છોડવામાં આવતું નથી જેના કારણે મુશ્કેલી થઈ ગઈ છે,હાલ વરસાદી સિઝનમાં નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઈ છે,ત્યારે જો આ પાણી ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતોને સારો પાક થાય અને જરૂર મૂજબ તેમની જરૂરિયાત પણ પૂર્ણ થાય તેને લઈ આ પત્ર લખવામાં આવ્યો છે.