Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Parshottam Rupala : પરષોત્તમ રૂપાલાનો વિરોધ હજી પણ યથાવત્, માફી બાદ પણ ક્ષત્રિય સમાજ લડાયક મૂડમાં

ગુજરાત રાજ્યમાં એક તરફ લોકસભા ચૂંટણી 2024 ને લઈ રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ( Parshottam Rupala ) એક નિવેદનને કારણે સામાજિક ક્ષેત્રે સમાજ અને રાજકારણ સામસામે આવી ગયું છે. કેન્દ્રીય...
parshottam rupala   પરષોત્તમ રૂપાલાનો વિરોધ હજી પણ યથાવત્  માફી બાદ પણ ક્ષત્રિય સમાજ લડાયક મૂડમાં

ગુજરાત રાજ્યમાં એક તરફ લોકસભા ચૂંટણી 2024 ને લઈ રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ( Parshottam Rupala ) એક નિવેદનને કારણે સામાજિક ક્ષેત્રે સમાજ અને રાજકારણ સામસામે આવી ગયું છે. કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ( Parshottam Rupala ) એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ ઉપર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

Advertisement

પરશોત્તમ રુપાલાએ સમાજની બે હાથ જોડી માફી માગી હતી

જે પૈકી કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના ( Parshottam Rupala ) નિવેદન બાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનોએ કેન્દ્રીય મંત્રીની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. જોકે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ તેમના નિવેદન માટે વીડિયો મારફતે ક્ષત્રિય સમાજની માફી માંગી હતી અને ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની સભામાં પરશોત્તમ રુપાલાએ ( Parshottam Rupala ) સમાજની બે હાથ જોડી માફી માગી હતી. અહીં હાજર ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ પરશોત્તમ રુપાલાને માફ કર્યા હતા. જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિષયનો અહીં અંત આવ્યો છે. સોશિયલ મીડિયામાં જે ચલાવે છે તેમને જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે મને ચર્ચા કરવા બોલાવો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. ક્ષત્રિય સમાજ રુપાલાના સમર્થનમાં ઉભો છે.

Advertisement

માફી બાદ પણ ક્ષત્રિય સમાજ લડાયક મૂડમાં+

પરંતુ આટલી ઘટના ઓ બન્યા બન્યા બાદ પણ હજી મામલો ઠારે પડવાનું નામ લેતો નથી. પરષોત્તમ રૂપાલાએ ( Parshottam Rupala ) માફી માંગવા છત્તા તેમનો વિરોધ હજી પણ યથાવત છે. પરષોત્તમ રૂપાલાને માફી આપ્યા બાદ પણ હવે ક્ષત્રિય સમાજમાં બે ફાંટા દેખાઈ રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં આજે પણ રૂપાલા સામે વિરોધ અને દેખાવ પ્રદર્શનો ચાલુ છે. ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ ગાંધીનગર ખાતે રેલી યોજી આ વિવાદ અંગે આવેદનપત્ર આપવામાં આવશે.

Advertisement

રાજ્યભરમાં  રાજપૂત સમાજના આગેવાનો દ્વારા રેલી યોજવામાં આવશે

ગાંધીનગર ઉપરાંત રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં પણ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન અંગે આવેદનપત્ર આપવામાં આવશે. તેમ ખેડા જિલ્લામાં  રાજપૂત સમાજના આગેવાનો દ્વારા રેલી યોજવામાં આવશે. ઉપરાંત દ્વારકા અને મોરબીમાં પણ  ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવશે. વડોદરામાં પણ આ વિવાદ અંગે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાવવાની છે, જેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાશે.

આ પણ વાંચો : JUNAGADH : લોકસભાના ભાજપના ઉમેદવારને લઇ વિવાદ વકર્યો, રાજેશ ચુડાસમાને બદલવા રજુઆત

Tags :
Advertisement

.