Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Parliament Budget Session : 31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર, સરકાર કરી શકે છે મોટી જાહેરાત!

સંસદનું બજેટ સત્ર (Parliament Budget Session) શરૂ થવાનો સમય નજીક છે. સંસદનું બજેટ સત્ર (Parliament Budget Session) આ મહિનાની 31 મી જાન્યુઆરીથી શરૂ થશે, જે 9 મી ફેબ્રુઆરી સુધી ચાલશે. મોદી સરકારના આ કાર્યકાળનું અંતિમ બજેટ આ સત્રમાં રજૂ કરવામાં...
parliament budget session   31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર  સરકાર કરી શકે છે મોટી જાહેરાત

સંસદનું બજેટ સત્ર (Parliament Budget Session) શરૂ થવાનો સમય નજીક છે. સંસદનું બજેટ સત્ર (Parliament Budget Session) આ મહિનાની 31 મી જાન્યુઆરીથી શરૂ થશે, જે 9 મી ફેબ્રુઆરી સુધી ચાલશે. મોદી સરકારના આ કાર્યકાળનું અંતિમ બજેટ આ સત્રમાં રજૂ કરવામાં આવશે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ 31 જાન્યુઆરીએ બંને ગૃહોને સંબોધિત કરશે.

Advertisement

બજેટ કયા દિવસે રજૂ થશે?

સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે કેન્દ્ર સરકાર આગામી મહિનાની પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરી શકે છે. મોદી સરકારના આ કાર્યકાળનું આ છેલ્લું બજેટ હોવાથી કેટલીક મોટી જાહેરાતો પણ થઈ શકે છે. આ વખતે બજેટ સત્ર (Parliament Budget Session) 17 મી લોકસભાનું છેલ્લું સંસદ સત્ર પણ હશે.

Advertisement

સંસદની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી હતી

સરકારે શિયાળુ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલ પાસ કર્યા હતા. આ સમય દરમિયાન, સંસદની સુરક્ષામાં ક્ષતિનો મામલો પણ સામે આવ્યો, જ્યારે બે વ્યક્તિઓ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને ચાલી રહેલી લોકસભાની કાર્યવાહીમાં પ્રવેશ્યા. જોકે, તેને પકડીને પોલીસને હવાલે કરાયો હતો.

વિપક્ષના 140 સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

શિયાળુ સત્રમાં વિપક્ષ સંસદની સુરક્ષામાં થયેલી ક્ષતિઓ પર ચર્ચા કરવા માંગતો હતો, પરંતુ સરકાર તેના માટે તૈયાર નહોતી. વિપક્ષ સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી રહ્યો હતો. આ દરમિયાન રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો અને શિયાળુ સત્રમાંથી 140થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે આ બજેટ સત્રમાં વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે સંકલન થાય છે કે કેમ.

Advertisement

આ પણ વાંચો : Suchana Seth : પતિ જેવો દેખાતો હતો પુત્ર, એટલા માટે ઉતાર્યો મોતને ઘાટ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.