દ્રૌપદી મુર્મૂની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શાનદાર જીત, દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર પ્રથમ આદિવાસી મહિલા નેતા હશે

દ્રોપદી મૂર્મુએ
રાષ્ટ્રપિત ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિ પદના શપથ
લઈને દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા આદિવાસી નેતા હશે. આજે રાષ્ટ્રપતિની
ચૂંટણી માટે મત ગણતરીનો થઈ હતી. જેમાં તમામ રાઉન્ડમાં દ્રૌપદી મૂર્મુને લીડ મળી હતી.
મત ગણતરીમાં
રોકાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર હતું કે દ્રૌપદી મૂર્મુને પ્રથમ રાઉન્ડમાં 748માંથી 540 મત મળ્યા. આ સિવાય
યશવંત સિંહાને 208 વોટ મળ્યા છે. આ સાથે જ મતગણતરી દરમિયાન 15 મત અમાન્ય જણાયા
હતા. આ રીતે યશવંત સિન્હાને એક તૃતિયાંશથી ઓછા મત મળ્યા હતા. તમને જણાવી દઈએ કે
જેએમએમ, અકાલી દળ, સુભાસપ, શિવસેના, ટીડીપી, વાયએસઆર કોંગ્રેસ અને બીજુ જનતા દળ
સહિત ઘણા બિન-એનડીએ પક્ષોએ દ્રૌપદી મૂર્મુને સમર્થન આપ્યું હતું. ઓડિશાના મયુરભંજ જિલ્લામાં સ્થિત દ્રૌપદીના
ગામમાં ઉજવણીનો માહોલ છે. આ ઉપરાંત દિલ્હીમાં તેમના ઘરે પણ ઉજવણી કરવામાં આવી રહી
છે. દ્રોપદી મૂર્મુની જીત સાથે દેશભરમાં ઉજવણી ચાલુ થઈ ગઈ છે.