Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paralympics Games 2024 : ગુજરાતનાં આ 5 ખેલાડીઓનો જોમ અને જુસ્સો વધારશે ભારતનું ગૌરવ

પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 માં 5 દિવ્યાંગ ગુજરાતી ખેલાડી લેશે ભાગ ભાવના પટેલ પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 4 માં ભાગ લેશે 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરિસમાં જ પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 યોજશે પેરિસમાં (Paris) ઓલિમ્પિક ગેમ્સ 2024...
paralympics games 2024   ગુજરાતનાં આ 5 ખેલાડીઓનો જોમ અને જુસ્સો વધારશે ભારતનું ગૌરવ
  1. પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 માં 5 દિવ્યાંગ ગુજરાતી ખેલાડી લેશે ભાગ
  2. ભાવના પટેલ પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 4 માં ભાગ લેશે
  3. 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરિસમાં જ પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 યોજશે

પેરિસમાં (Paris) ઓલિમ્પિક ગેમ્સ 2024 નું (Olympic Games 2024) આયોજન કરાયું છે, જેમાં ભારતનાં ખાતામાં અત્યાર સુધી 3 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. ત્યારે, હવે પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 નું (Paralympics Games 2024) પણ આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાતમાંથી ખેલાડીઓ ભાગ લેવાનાં છે. ગુજરાતનાં 5 દિવ્યાંગ ખેલાડી પેરિસમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. પેરિસમાં 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 યોજાશે.

Advertisement

આ પણ વાંચો -  Diamond Burse : 'ગાંધીના ગુજરાત' માં દારૂબંધીનો કાયદો હળવા કરવાનાં મૂડમાં સરકાર!

ભાવના પટેલ પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 4 માં લેશે ભાગ

પેરિસમાં હવે ગુજરાતના ખેલાડીઓ રાજ્ય અને દેશનું ગૌરવ વધારશે. પેરિસમાં (Paris) 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 નું (Paralympics Games 2024) આયોજન થવા જઈ રહ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાતનાં 5 દિવ્યાંગ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જણાવી દઈએ કે, ભાવના પટેલ (Bhavna Patel) પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 4 માં ભાગ લેશે. ભાવના પટેલ પેરાલિમ્પિક્સ ટોક્યો 2020 માં સિલ્વર મેડેલ અને એશિયન ગેમ્સમાં (Asian Games) સિલ્વર મેડલ વિજેતા રહ્યા છે. જ્યારે, સોનલ પટેલ પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ 3 ભાગ લેશે.

Advertisement

આ પણ વાંચો - Monsoon in Gujarat : આગામી 6 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે એલર્ટ

Advertisement

સારા દેખાવની ખેલાડીઓએ વ્યક્ત કરી આશા

ઉપરાંત, ભાવના ચૌધરી (Bhavna Chowdhury) એફ 46 કેટેગરીમાં જેવલિન થ્રોમાં ભાગ લેશે. નિમિષા CSF 46 કેટેગરી લોન્ગ જમ્પમાં પોતાની પ્રતિભા બતાવશે. આ સિવાય, નિમિષા CSF 46 કેટેગરી લોન્ગ જમ્પમાં હિસ્સો લેશે. જ્યારે, રાકેશ ભટ્ટ (Rakesh Bhatt) T 37 કેટેગરીનાં 100 મીટરમાં ભાગ લેશે. ગુજરાતનાં ખેલાડીઓએ સારા દેખાવની આશા વ્યક્ત કરી છે. ગત પેરાલિમ્પિક્સ કરતાં વધુ મેડલ દેશ માટે જીતવાનો વિશ્વાસ ખેલાડીઓએ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો - Jamnagar : વહેલી સવારે સાધના કોલોની આવાસનું 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી, 1 વ્યક્તિનું મોત

Tags :
Advertisement

.