Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paralympics 2024: ભારતનું નામ રોશન કરનાર શીતલ દેવી Paralympics થી થઈ બહાર, 1 પોઈન્ટથી મેડલનું સપનું તૂટ્યું

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને મોટો આંચકો લાગ્યો તીરંદાજીમાં શીતલ દેવીને નજીકની હરીફાઈમાં હાર મળી મારિયાનાએ તેમને સખત સ્પર્ધા આપી અને 138 પોઈન્ટ મેળવ્યા Paralympics 2024: શીતલ દેવી મારિયાના ઝુનિગા તીરંદાજીમાં નિરાશા મળી છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને મોટો આંચકો લાગ્યો છે....
paralympics 2024  ભારતનું નામ રોશન કરનાર શીતલ દેવી paralympics થી થઈ બહાર  1 પોઈન્ટથી મેડલનું સપનું તૂટ્યું
  1. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને મોટો આંચકો લાગ્યો
  2. તીરંદાજીમાં શીતલ દેવીને નજીકની હરીફાઈમાં હાર મળી
  3. મારિયાનાએ તેમને સખત સ્પર્ધા આપી અને 138 પોઈન્ટ મેળવ્યા

Paralympics 2024: શીતલ દેવી મારિયાના ઝુનિગા તીરંદાજીમાં નિરાશા મળી છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને મોટો આંચકો લાગ્યો છે. તીરંદાજીમાં શીતલ દેવીને નજીકની હરીફાઈમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તે પેરાલિમ્પિક્સ 2024માંથી બહાર થઈ ગઈ છે. તીરંદાજીની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં શીતલ દેવીનો સામનો ચિલીની મારિયાના ઝુનિગા સામે થયો હતો. આ મેચ ખૂબ જ નજીક રહીં હતી.

Advertisement

આ પણ વાંચો: Paris Paralympics 2024 : રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો, ભારતને 5 મો મેડલ મળ્યો

Advertisement

આ રીતે શીતલ દેવી એક પોઈન્ટથી હારી ગઈ

આ મેચમાં શીતલ દેવીએ 137 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે મારિયાનાએ તેમને સખત સ્પર્ધા આપી અને 138 પોઈન્ટ મેળવ્યા. આ રીતે શીતલ દેવી માત્ર એક પોઈન્ટથી હારીને બહાર થઈ ગઈ હતી. જો કે, આ પહેલા શીતલ અને મરિયાના બરાબરી પર હતા. બંને ખેલાડીઓ વચ્ચે ત્રણ રાઉન્ડ માટે જોરદાર સ્પર્ધા હતી, પરંતુ ચોથા રાઉન્ડમાં મારિયાનાને 1 પોઈન્ટની લીડ મળી હતી. જ્યારે પાંચમા રાઉન્ડની વાત આવી ત્યારે મારિયાનાની લીડ અકબંધ રહી હતી. જેના કારણે શીતલ દેવીને હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે મારિયાનાએ ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે.

આ પણ વાંચો: Paris Paralympics 2024 માં ભારતે મેડલ જીતવામાં લગાવ્યો ચોક્કો

Advertisement

શીતલ દેવીએ ઈતિહાસ રચ્યો છે

તમને જણાવી દઈએ કે શીતલ દેવીએ માત્ર 17 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કરીને ઈતિહાસ રચી દીધો હતો. તે વિશ્વની પ્રથમ હાથ વગરની તીરંદાજ છે. તેણે તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં 720 માંથી 703 પોઈન્ટ મેળવ્યા હતા. આ પોઇન્ટ સાથે તેણે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. તે 700 પોઈન્ટના આંકને સ્પર્શનાર પ્રથમ ભારતીય મહિલા તીરંદાજ બની હતી. જોકે, શીતલે ઈતિહાસ રચ્યા બાદ તુર્કીની ઓઝનુર ગિર્ડીએ 704 પોઈન્ટ મેળવ્યા હતા. જે બાદ શીતલ દેવીનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો.

Tags :
Advertisement

.