Pavagadh જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વનાં સમાચાર, આ સમયે મંદિર રહેશે બંધ!
- Panchmahal માં યાત્રાધામ પાવાગઢ મંદિર ભક્તો માટે બંધ રહેશે
- 8 નવેમ્બરનાં સાંજે 4 વાગ્યાથી મંદિર ભક્તો માટે બંધ રહેશે
- 9 નવેમ્બરનાં રોજ સવારે 6 વાગ્યાથી ભક્તો રાબેતા મુજબ કરી શકશે દર્શન
પંચમહાલમાં (Panchmahal) આવેલા યાત્રાધામ પાવાગઢ (Pavagadh Temple) જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. પાવાગઢ મંદિર ભક્તો માટે બંધ રહેશે. 8 નવેમ્બરે સાંજે 4 વાગ્યાથી મંદિર બંધ થશે જે 9 નવેમ્બરે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. ત્યાર બાદ ભક્તો માટે મંદિર ખુલ્લુ મૂકાશે અને માઈભક્તો નિત્યક્રમ મુજબ માતાજીનાં દર્શન કરી શકશે.
આ પણ વાંચો - Weather Forecast : આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે ? જાણો હવામાન વિભાગની આગાહી વિશે
દિવાળીનાં તહેવાર દરમિયાન લાખો ભક્તોએ કર્યા દર્શન
પંચમહાલમાં (Panchmahal) આવેલું યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર (Pavagadh Mahakali Mataji Temple) વિશ્વપ્રસિદ્ધ છે. અહીં, દૈનિક ધોરણે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. દિવાળીનાં (Diwali 2024) તહેવાર ટાણે લાખોની સંખ્યામાં ભક્તોએ માતાજીનાં દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી અને સુખ-શાંતિ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. જો કે, હવે પાવાગઢ મહાકાળી માતાજીનાં દર્શને જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : બાળક બાયોલોજિકલ માતા સાથે છે, ગેરકાયદે કસ્ટડી ન કહી શકાય : HC
ગર્ભગૃહ શુદ્ધિકરણ અને મેન્ટેનન્સને અનુલક્ષી નિર્ણય કરાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલે એટલે કે 8 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યાથી મંદિર (Pavagadh Temple) માઈભક્તો માટે બંધ રહેશે. જ્યારે, બીજા દિવસે 9 નવેમ્બર સવારે 6 વાગ્યાથી માઈભક્તો નિત્યક્રમ મુજબ માતાજીનાં દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ગર્ભગૃહ શુદ્ધિકરણ અને મેન્ટેનન્સને અનુલક્ષી આ નિર્ણય કરાયો છે, જેથી માઈભક્તો અને વહીવટી તંત્રને કોઈ મુશ્કેલી ના થાય.
આ પણ વાંચો - Gandhinagar : એક્શન મોડમાં રાજ્ય સરકાર! વધુ એક અધિકારીને આપી ફરજિયાત નિવૃત્તિ