Pavagadh Temple: પાવાગઢના ઇતિહાસમાં પ્રથમવાર નિજ મંદિરમાં ચોરીનો પ્રયાસ! વાંચો આ અહેવાલ
- નિજ મંદિરના ગર્ભ ગૃહમાં ચોરી થતાં પોલીસ કાફલો ખડકાયો
- માતાજીને પહેરાવેલા સોનાના હારની થઈ ચોરી: સૂત્રો
- ચોરી થઈ હોવાના કારણે ભક્તો માટે દર્શન બંધ કરાયા
Pavagadh Temple : ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મંદિર (Pavagadh Temple)માં ચોરીનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. યાત્રાધામ પાવાગઢ નિજ મંદિરના ગર્ભ ગૃહમાં ચોરીનો પ્રયાસ થયો છે. પાવાગઢના નિજ મંદિરમાં ચોરીનો પ્રસાય પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે, આજ સુધીના ઇતિહાસમાં પહેલીવાર પાવાગઢના મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો છે.
આ પણ વાંચો: Nirlipt Rai ની જાળમાં ફસાયેલા કરોડપતિ આરોપીઓએ લાખો ખર્ચ્યા, જામીન નથી મળતા
વેન્ટીલેશનની જગ્યાએથી તસ્કરો મંદિરમાં પ્રવશ્યા અને ચોરી કરી
પવિત્ર પાવાગઢ મંદિર (Pavagadh Temple)ના ગર્ભ ગૃહમાં હવા ઉજાસ માટે મુકેલી વેન્ટીલેશનની જગ્યાએથી અંદર પ્રવેશી મધ્ય રાત્રિએ તસ્કરે ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન છે. પાવાગઢ (Pavagadh)ના ઇતિહાસમાં પ્રથમવાર મંદિર (Temple)માં ચોરીનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ પોલીસ તપાસે તપાસ શરૂ કરી હોવાથી ભક્તો માટે દર્શન બંધ કરાયા છે.
આ પણ વાંચો: Deesa: ડીસાના વાડી રોડ વિસ્તારમાં નોકરીથી પરત ઘરે રહેલા યુવક પર જીવલેણ હુમલો
ચોરીની ઘટનાને લઈ પોલીસ તપાસ હાથ ધરી
નોંધનીય છે કે, ચોરીની સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા ફૂટેજ સહિતની તપાસ ચાલી રહી છે. આજે વહેલી સવારે નિત્યક્રમ મૂજબ પૂજારી મંદિરમાં ગયા બાદ ચોરીના પ્રસાયની જાણ થઈ હોવાની જાણ થઈ હતી. અત્યારે ભક્તો માટે માતાજીના દર્શન બંધ કરી દેવામાં આવ્યાં છે. પાવાગઢના ઈતિહાસમાં આ સૌથી મોટી ઘટના છે. આખરે કેવી રીતે ચોરીને આટલી હિંમત આવી. અહીં આટલી સુરક્ષા વચ્ચે પણ ચોરોએ માતાજીની મૂર્તિને પહેરાવેલા સોનાના હારની ચોરી કરી લીધી છે. જો કે, આ સમગ્ર ઘટનાને પોલીસે તપાસ હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Deesa: બે જૂથ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે જૂથ અથડામણ, કુંપટ નજીક બની ઘટના