યાત્રાધામ Dakor મંદિરમાં બદલાયો ઇતિહાસ, રણછોડજીની સન્મુખ આરતી નીચે ઉભા રહી ઉતારવામાં આવી
- રણછોડજીની સન્મુખ આરતી સિંહાસન પર ઊભા રહીને કરવામાં આવતી
- પ્રથમવાર મંદિરની આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો
- આજે પહેલાવાર સિંહાસન પર ઊભા રહીને આરતી કરવામાં આવી
Dakor: યાત્રાધામ ડાકોરમાં સદીઓથી શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ સાથે દર્શન કરવા માટે આવતાં હોય છે. શ્રી રણછોડરાયના દર્શન માટે મોટી મોટી લાઈનો પણ લાગતી હોય છે, ખાસ કરીને વાત કરવામાં આ મંદિરનો ઈતિહાસ સદીઓ પુરાનો છે. અહીં ડાકોરમાં ભગવાન રણછોડજીની સન્મુખ આરતી સિંહાસન પર ઊભા રહીને કરવામાં આવતી હતી. પરંતુ અત્યારે મંદિરનો ઇતિહાસ બદલાયો છે.
આ પણ વાંચો: Panchmahal: ગોધરા નજીક એસટી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, 18 લોકો ઘાયલ
આ પહેલા સિંહાસન પરથી જ ઊભા રહી આરતી થતી
વિગતે વાત કરવામાં આવે તો, યાત્રાધામ ડાકોર મંદિરમાં ઇતિહાસ બદલાયો છે. પ્રથમવાર મંદિરના નિર્ણયને પગલે વારાદારી સેવક દ્વારા રણછોડજી ભગવાનની આરતી ભગવાન સન્મુખ નીચે ઉભા રહીને ઉતારવામાં આવતી હતી. અત્યાર સુધી સિંહાસન પરથી જ ઊભા રહી ઉતરતી આરતી હતી. પરંતુ ગત 22/11 ન રોજ એક સેવક નો ખેસ સળગવાને પગલે 10/12 ના રોજ ભરાયેલ મિટિંગમાં આરતીની જગ્યા બદલવા માટે લેવાયો નિર્ણય હતો.
આ પણ વાંચો: Amreli LCB : કાયદો ભૂલીને મહિલા-યુવતીઓની રાતે ધરપકડ કરવાનો પોલીસને પરવાનો અપાયો ?
ભગવાન સન્મુખ આ નવા નિયમનો વિરોધ દર્શાવ્યો
આજે પહેલી માર્ચથી નવા નિર્ણયને પગલે ભગવાનની સન્મુખ નીચે ઉભા રહીને આરતી ઉતારવામાં આવી હતી. જો કે, અન્ય વારાદારી સેવક દ્વારા આરતી શરૂ થતાની સાથે જ ભગવાન સન્મુખ આ નવા નિયમનો વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ ડાકોર મંદિરના ઇતિહાસમાં પેહેલી વખત આજે ગર્ભગૃહમાં પોલીસની હાજરી જોવા મળી હતી. પુજારીએ પણ જણાવ્યું કે, અમે અમારા પૂર્વજોના વખતથી મંદિરના એક જ નિયમ સાથે આરતી કરતા આવ્યાં છે, પરંતુ આજથી આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.