Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફના ડ્રાઈવરની ખરાબ હરકત, એક મહિલા સાથે કર્યું આવું, Video

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો ડ્રાઈવર એક મહિલાના ચહેરા પર થૂંકતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો લંડનનો હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે પીડિત મહિલાએ પૂર્વ વડાપ્રધાન...
પાકિસ્તાનના પૂર્વ pm નવાઝ શરીફના ડ્રાઈવરની ખરાબ હરકત  એક મહિલા સાથે કર્યું આવું  video

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો ડ્રાઈવર એક મહિલાના ચહેરા પર થૂંકતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો લંડનનો હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે પીડિત મહિલાએ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને એવો સવાલ પૂછ્યો હતો કે તેનો ડ્રાઈવર તરત જ ગુસ્સે થઈ ગયો અને મહિલાના ચહેરા પર થૂંક્યો.

Advertisement

મહિલા સાથે ડ્રાઈવરની ખરાબ હરકત કેમેરામાં કેદ

વાયરલ વીડિયોમાં એક મોંઘી કાળા રંગની કાર જોવા મળી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, લંડનમાં રહેતી મહિલાએ નવાઝની કારને રોકી. તે પછી મહિલા ડ્રાઇવરની સીટ તરફ આવી. આ દરમિયાન તે પોતાના મોબાઈલમાં આ ઘટના રેકોર્ડ કરતી ત્યાં પહોંચી અને નવાઝ શરીફને પૂછ્યું કે શું તેઓ ભ્રષ્ટ છે? આ પછી, ડ્રાઇવરે તેનું માથું કારમાંથી બહાર કાઢ્યું અને મહિલાના ચહેરા પર થૂંકી, બારી ઉપર ચઢાવી આગળ વધ્યો.

Advertisement

ડૉ. ફાતિમાએ પીટીઆઈ તરફથી વીડિયો પોસ્ટ કર્યો

ડોક્ટર ફાતિમા નામના યુઝરે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા નવાઝની કારને રોકે છે અને તેમને પૂછે છે કે શું તમે પાકિસ્તાનના ભ્રષ્ટ નેતા છો? આના પર તેમનો ડ્રાઈવર મહિલા પર થૂંકે છે અને કાર ભગાડી જાય છે.

Advertisement

નવાઝ શરીફ લંડનમાં રહે છે

નવાઝ શરીફને 2018માં ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જે બાદ તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી, વર્ષ 2019 માં, તે સારવાર માટે લંડન ગયા અને ત્યારથી તે ત્યાં જ રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે નવાઝ પાકિસ્તાન પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે, જેથી તેઓ ફરીથી ચૂંટણી લડી શકે. એવા પણ સમાચાર છે કે નવાઝે તેની પુત્રી મરિયમને લંડન બોલાવી છે. આવી સ્થિતિમાં મરિયમ આવતા અઠવાડિયે લંડન જઈ શકે છે અને થોડા દિવસ પિતા સાથે રહી શકે છે.

આ પણ વાંચો - શું એલિયન્સ હોય છે..? જાણો NASA ની UFO સંશોધન ટીમના જાહેર કરાયેલ રિપોર્ટ વિશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.