પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફના ડ્રાઈવરની ખરાબ હરકત, એક મહિલા સાથે કર્યું આવું, Video
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો ડ્રાઈવર એક મહિલાના ચહેરા પર થૂંકતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો લંડનનો હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે પીડિત મહિલાએ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને એવો સવાલ પૂછ્યો હતો કે તેનો ડ્રાઈવર તરત જ ગુસ્સે થઈ ગયો અને મહિલાના ચહેરા પર થૂંક્યો.
મહિલા સાથે ડ્રાઈવરની ખરાબ હરકત કેમેરામાં કેદ
વાયરલ વીડિયોમાં એક મોંઘી કાળા રંગની કાર જોવા મળી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, લંડનમાં રહેતી મહિલાએ નવાઝની કારને રોકી. તે પછી મહિલા ડ્રાઇવરની સીટ તરફ આવી. આ દરમિયાન તે પોતાના મોબાઈલમાં આ ઘટના રેકોર્ડ કરતી ત્યાં પહોંચી અને નવાઝ શરીફને પૂછ્યું કે શું તેઓ ભ્રષ્ટ છે? આ પછી, ડ્રાઇવરે તેનું માથું કારમાંથી બહાર કાઢ્યું અને મહિલાના ચહેરા પર થૂંકી, બારી ઉપર ચઢાવી આગળ વધ્યો.
ડૉ. ફાતિમાએ પીટીઆઈ તરફથી વીડિયો પોસ્ટ કર્યો
ડોક્ટર ફાતિમા નામના યુઝરે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા નવાઝની કારને રોકે છે અને તેમને પૂછે છે કે શું તમે પાકિસ્તાનના ભ્રષ્ટ નેતા છો? આના પર તેમનો ડ્રાઈવર મહિલા પર થૂંકે છે અને કાર ભગાડી જાય છે.
Nawaz Sharif's driver spits on the face of a journalist who asked a question!
None of the liberals, intellectuals or feminists will speak against it.Sick of this selective morality!!
Disgusting 🤢 pic.twitter.com/fsKdgVu5vm
— Dr Fatima K - PTI (@p4pakipower1) September 16, 2023
નવાઝ શરીફ લંડનમાં રહે છે
નવાઝ શરીફને 2018માં ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જે બાદ તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી, વર્ષ 2019 માં, તે સારવાર માટે લંડન ગયા અને ત્યારથી તે ત્યાં જ રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે નવાઝ પાકિસ્તાન પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે, જેથી તેઓ ફરીથી ચૂંટણી લડી શકે. એવા પણ સમાચાર છે કે નવાઝે તેની પુત્રી મરિયમને લંડન બોલાવી છે. આવી સ્થિતિમાં મરિયમ આવતા અઠવાડિયે લંડન જઈ શકે છે અને થોડા દિવસ પિતા સાથે રહી શકે છે.
આ પણ વાંચો - શું એલિયન્સ હોય છે..? જાણો NASA ની UFO સંશોધન ટીમના જાહેર કરાયેલ રિપોર્ટ વિશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે