Pakistan: લાહોરમાં નવાઝ શરીફના પૌત્રના લગ્ન, દુનિયાભરમાંથી આવશે મહેમાનો, શા માટે થઈ રહી છે PM મોદીના નામની ચર્ચા?
- લાહોરમાં ઝૈદ (zaid hussain)ના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
- જેમાં ભારત સહિત અનેક દેશોના મહેમાનો હાજરી આપશે
- પંજાબ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી
Pakistanના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પૌત્ર ઝૈદ હુસૈન નવાઝના લગ્ન આ અઠવાડિયે લાહોરમાં થવા જઈ રહ્યા છે. ઝૈદ (zaid hussain)ના લગ્નની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. લગ્નની વિધિ 25 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. લગ્નની વિધિ લાહોરના જાતી ઉમરા (શરીફ પરિવારનું પૈતૃક ગામ) ખાતે થશે. આ લગ્નમાં ભારત સહિત ઘણા દેશોમાંથી મહેમાનો આવશે. આ લગ્નમાં ભારતમાંથી ઘણા મોટા ચહેરાઓ સામેલ થાય તેવી આશા છે.પાકિસ્તાનથી આવેલ એક અહેવાલ મુજબ, ઝૈદ હુસૈન નવાઝના લગ્નના ફંક્શન ખૂબ જ ભવ્ય થવાના છે. લગ્ન માટે દુનિયાભરમાંથી મહેમાનો આવવા લાગ્યા છે. 25મી ડિસેમ્બરના રોજ હલ્દી સમારોહથી કાર્યોની શરૂઆત થશે. આ પછી 27મી ડિસેમ્બરે લગ્ન થશે અને 29મી ડિસેમ્બરે વલીમાનો ભવ્ય સમારોહ યોજાશે.
ભારતના પીએમના નામની ચર્ચા શા માટે?
ઝૈદ (zaid hussain)ના લગ્નમાં અમેરિકા, યુકે, યુરોપિયન દેશો, સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, ભારત અને અન્ય ઘણા દેશોના મહેમાનો આવી રહ્યા છે. ભારતીય પીએમ નરેન્દ્ર મોદીનું નામ પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે શરીફ પરિવાર કે ભારતના વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. ભારતીય પીએમ શરીફ પરિવારના ગેસ્ટ લિસ્ટમાં હોવાનું કારણ એ છે કે નરેન્દ્ર મોદીના નવાઝ શરીફ સાથેના અંગત સંબંધો સારા માનવામાં આવે છે.
આ પણ વાંચો: US : આરોપીનું પાગલપણું, ટ્રેનમાં સૂઈ રહેલી મહિલાને જીવતી સળગાવી
આ અંગે કોઈપણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી
વર્ષ 2015માં નરેન્દ્ર મોદી (PM Modi) નવાઝ શરીફને જન્મદિવસની શુભેચ્છા આપવા લાહોર ગયા હતા. આ અઠવાડિયે નવાઝ શરીફની પૌત્રી મેહરુનિસાન (મરિયમ નવાઝની પુત્રી)ના લગ્ન પણ હતા. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે શરીફે આ લગ્ન માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. આવી સ્થિતિમાં, આ વખતે પણ પીએમ મોદી ઝૈદ (zaid hussain)ના લગ્નમાં હાજરી આપે તેવી ચર્ચા છે. જો કે, આ અંગે કોઈપણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
શરીફ પરિવાર પાકિસ્તાનનો મોટો રાજકીય પરિવાર છે
ઝૈદ નવાઝ શરીફના પુત્ર હુસૈનનો પુત્ર છે. હુસૈન બ્રિટનમાં રહે છે અને લગ્ન માટે પરિવાર સાથે લાહોર આવ્યો છે. શરીફ પરિવાર પાકિસ્તાનનો મોટો રાજકીય પરિવાર છે. નવાઝ શરીફ પાકિસ્તાનમાં પંજાબના સીએમ અને પાકિસ્તાનના પીએમ રહી ચૂક્યા છે. નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ હાલમાં પાકિસ્તાનના પીએમ છે. નવાઝ શરીફની પુત્રી મરિયમ હાલમાં પાકિસ્તાન (Pakistan)ના પંજાબની સીએમ છે.