ભરૂચમાંથી ઝડપાયો પાકિસ્તાની ISI Agent, ભારત સાથે કરી રહ્યો હતો ગદ્દારી
Pakistani ISI agent: ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા મિલેટરી ઇન્ટેલ ઉધમપુરથી માહિતી મળી હતી. ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભરૂચમાંથી એક Pakistani ISI agent ને ઝડપી પાડ્યો છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો પ્રવીણ મિશ્રા ભરૂચમાં આવેલી એક કેમિકલ ફેકટરીમાં કામ કરતો હતો. ત્યાર બાદ તેના મોબાઈલ ચેક કરતા મળતી માહિતી મુજબ ચેક કર્યું હતું. જેથી પાકિસ્તાનના ISI હેન્ડલર સોનલ ગર્ગ નામની ઓળખ આપી હતી. પ્રવીણ મિશ્રા ફેસબુક દ્વારા માહિતી આપ લે કરી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ પ્રવીણ પાસેથી ભારતની અલગ અલગ એજન્સી અને કંપનીઓની માહિતી મેળવી હતી.
બિહારનો રહેવાસી છે ISI એજન્ટ પ્રવીણ મિશ્રા
તમને જણાવી દઈએ કે, પ્રવીણ મિશ્રાએ બ્રહ્મહોસ મિસાઈલ અંગે માહિતી મેળવી હતી.આ માહિતી તે પાકિસ્તાનને મોકલી રહ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાત સીઆઈડીમા ગઈકાલે આ એક ફરિયાદ નોંધાઈ હતી. મળતી વિગતો પ્રમાણે તપાસમાં સામે આવ્યો છે કે, પ્રવીણ મિશ્રા બિહારનો રહેવાસી છે અને એરો નોતિકલ એન્જી.ની તાલીમ લઈને હૈદરાબાદમાં drdo સાથે મટીરીયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. એટલું જ નહીં પરંતુ અંકલેશ્વરમાં આવેલી એક કંપની પણ sinthetik drdoને સપ્લાય કરે છે.
ભારતની ખાનગી માહિતી પાકિસ્તાન મોકલતો હતો ISI એજન્ટ
નોંધનીય છે કે, પ્રવીણ મિશ્રા પાસે રહેલી અને અન્ય માહિતી પણ આપેલ છે. Isi હેન્ડલાર દ્વારા એક માંલવર સેંસિતિવ માહિતી હોય તેવા કમ્પ્યુટરમાં મોકલવાથી બધી માહિતી મળી શકે અને અંકલેશ્વ ની કંપનીમાં એ માલ વેર મોકલવા પ્રયાસ પ્રવીણ કુમારે કરેલ છે. ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, પ્રવીણ મિશ્રા ગુજરાતના ભરૂચમાં રહીને ભારતની ખાનગી માહિતી પાકિસ્તાન મોકલતો હતો. જો કે, ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.